Home /News /gujarat /

ડૂબવાની બે દર્દનાક ઘટના, અમરેલીમાં 3 સગી બહેનો તો, નર્મદા નદીમાં 2 મિત્રોના મોત

ડૂબવાની બે દર્દનાક ઘટના, અમરેલીમાં 3 સગી બહેનો તો, નર્મદા નદીમાં 2 મિત્રોના મોત

પ્રતિકાત્મક ફોટો

ત્રણ બહેનો ચેક ડેમમાં ડૂબી જતા મોતને ભેટી છે તો આ બાજુ નર્મદા નદીમાં નાહ્વા પડેલા પાંચ મિત્રોમાંથી બે મિત્રોના મોત

    રાજ્યમાં ડૂબી જવાથી મોત થવાની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં અમરેલીમાં ત્રણ બહેનો ચેક ડેમમાં ડૂબી જતા મોતને ભેટી છે તો આ બાજુ નર્મદા નદીમાં નાહ્વા પડેલા પાંચ મિત્રોમાંથી બે મિત્રોના મોત નિપજ્યા છે.

    પ્રથમ નર્મદા નદીની ઘટનાની વાત કરીએ તો, નારેશ્વર પાસે નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જતા કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પાલેજ-નારેશ્વર માર્ગ પર આવેલા નારેશ્વર ખાતે નર્મદા નદીમાં નાહ્વા પડેલા બે યુવાનોના ડૂબી જતા કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કોસંબા ગામના પાંચ જેટલા યુવાનો હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોઇ કરજણના નારેશ્વર ખાતે ફરવા આવ્યા હતા. નારેશ્વર ખાતે આવેલી નર્મદા નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો પાણીના પ્રવાહમાં ખેંચાઇ જતા બંને યુવાનોના ડૂબી જતા કરૂણ મોત નિપજ્યા હતા.

    સર્જાયેલી કરૂણાંતિકામાં મોતને ભેટનાર બંને યુવાનો સુરતના કોસંબા ગામના પટેલ ફળીયામાં રહેતા હોવાની માહિતી મળી છે. કાળનો કોળિયો બનનાર બંને યુવાનોના નામ પ્રવિણ ગોપાલ કડિયા ઉ.વ. ૨૨ તેમજ નવગણ બાબર રબારી ઉ.વ. ૧૫ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા ૧૦૮ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે બંને યુવાનોના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કઢાવી પીએમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. ઘટનાને પગલે લોકટોળા નદી નજીક એકત્ર થયા હતા. ઘટના સંદર્ભે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    તો આ બાજુ અમરેલીના બાબરામાં પણ ચેક ડેમમાં ન્હાવા ઉતરેલી ત્રણ યુવતીઓના ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી છે. જો વિગતે વાત કરીએ તો, અમરેલીના બાબરામાં આવેલા બ્રહ્મકુંડ પાછળ આવેલ નાના ચેક ડેમમાં ડૂબી જતાં ત્રણ યુવતીઓના મોત નિપજ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર મુસ્લિમ યુવતીઓ તેમના પરિવાર સાથે કપડાં ધોવા ગઈ હતી અને ત્યાર બાદ પાણીમાં નાહ્વા ઉતરી હતી, જેમાંથી એક યુવતી અચાનક ડૂબતા તેને બચાવતા બચાવતા અન્ય બે યુવતીઓ પણ ડૂબી ગઈ, આ રીતે ત્રણે યુવતીના મોત નિપજ્યા છે. મરનાર યુવતીઓમાં બે સગી બહેનો અને એક કાકાની સગી બહેન એમ ત્રણ યુવતીના નીપજ્યા મોત. ત્રણેય યુવતીના મૃતદેહને 108 દ્વારા બાબરાના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Die, Youths, મહિલા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन