અમદાવાદ: રાજકોટથી આવેલા ભાઈને લેવા ગયેલા વૃદ્ધ પાસેથી ત્રણ શખ્સોએ કાર લૂંટી લીધી

અમદાવાદ: રાજકોટથી આવેલા ભાઈને લેવા ગયેલા વૃદ્ધ પાસેથી ત્રણ શખ્સોએ કાર લૂંટી લીધી
પ્રતીકાત્મક તસવીર

Ahmedabad car loot: અમદાવાદમાં લૂંટના બનાવોમાં સતત વધારો: રાજકોટથી આવી રહેલા ભાઈને લેવા માટે રિંગ રોડ પર ગયેલા વ્યક્તિને હથિયાર બતાવી ત્રણ શખ્સોએ લૂંટી લીધા.

  • Share this:
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં હથિયાર બતાવી લૂંટનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વસ્ત્રાલ રિંગ રોડ (Vastral ring road) પર હથિયાર બતાવી રોકડ કે કિંમતી ચીજવસ્તુ નહીં પરંતુ ગાડી (Car loot)ની લૂંટ કરવામાં આવી છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સ કારમાં બેઠેલા શખ્સને નીચે ઉતારી કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. રામોલ પોલીસે (Ramol Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કૃષ્ણનગરની શ્રીનગર સોસાયટીમાં રહેતા અને જામનગરથી ફરનેશ ઓઇલ મંગાવી કમિશન પર વેપાર કરતાં અજયભાઈ મહેતાના ભાઈ નીતિનભાઈ ગુરુવારે રાતે રાજકોટથી અમદાવાદ પરત આવવાના હોવાથી તેમની ગાડી લઈ તેમના ભત્રીજા સાથે વસ્ત્રાલ રિંગ રોડ પાસે ગયા હતા. નીતિનભાઈ આવતા તેમનો પુત્ર કારમાંથી ઉતરીને લેવા ગયો હતો અને અજયભાઈ કારમાં બેઠા હતા.

દરમિયાન બાઈક પર ત્રણ શખ્સ આવ્યા હતા. તેઓએ એક્સપ્રેસ વે ક્યાં આવ્યો તેવું પૂછ્યું હતું. અજયભાઈએ સામે જ છે એવું કહેતા જ બે શખ્સ નીચે ઉતરી એક શખ્સ પાછળ અને બીજો આગળ ડ્રાઈવર સીટમાં આવી બેસી ગયો હતો. ગન જેવું હથિયાર કાઢી લાફો મારી ચલ નીચે ઉતર નહીં તો ગોળી મારી દઈશ એવું કહ્યું હતું. જેથી અજયભાઈ નીચે ઉતરી ગયા હતા. બાદમાં ત્રણેય શખ્સો બાઈક અને કાર લઈને ભાગી ગયા હતા. રામોલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: હત્યા, કરોડોની લૂંટ બાદ હવે બેંકમાં ચોરીનો પ્રયાસ, અમદાવાદમાં ગુનાખોરીના બનાવોમાં સતત વધારો

દારૂડિયા પતિએ સાસરેથી આવેલા દાગીના વેચી માર્યા

બીજા એક બનાવમાં શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના જ દારૂડિયા પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે તેના પિયરજનોએ તેના પતિને જે દાગીના લગ્નમાં આપ્યા હતા તે તેણે જાણ બહાર વેચી દીધા હતા. પતિ કોઈ કામધંધો કરતો ન હતો. મહિલા નોકરી પરથી મોડી આવે તો તેની સાથે ઝગડા કરતો હતો. પતિએ પોતાના સાસરેથી આવેલા દાગીના વેચી દીધા બાદ તેની નજર પત્નીના દાગીના પર હતી. આ મામલે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલાએ તેના પતિ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મહિલા શહેરની સિવિલ હૉસ્પિટલ સામે આવેલા એક કેન્સર કેર હોસ્પિટલમાં નોકરી કરે છે.

આ પણ જુઓ-

મહિલાના લગ્ન વર્ષ 2005માં ગોમતીપુરમાં રહેતા યુવક સાથે થયા હતા. આ મહિલાને તેના પિતાએ લગ્નમાં સોનાના દાગીના આપ્યા હતા અને તેના પતિને પણ સોનાના દાગીના આપ્યા હતા. મહિલાના પતિએ તેને મળેલા દાગીના કોઈને પૂછ્યા વગર વેચી માર્યાં હતા. જે બાદમાં મહિલાએ પોતાના દાગીના તેના પિયર ખાતે મૂકી દીધા હતા. લગ્ન બાદ આ મહિલાને જાણ થઈ હતી કે તેના પતિને દારૂ પીવાની ટેવ છે. પતિ દારૂ પીને ઘરે આવતો હતો ત્યારે મહિલા પાસે તેના પિતાએ આપેલા દાગીના તથા રોકડા રૂપિયાની માંગણી કરતો હતો. મહિલા દાગીના રોકડા રૂપિયા ન આપે તો તેને માર પણ મારતો હતો.
Published by:Vinod Zankhaliya
First published:January 08, 2021, 10:33 am

ટૉપ ન્યૂઝ