Home /News /gujarat /વડોદરામાં વધુ ત્રણ દર્દીએ કોરોનાને માત આપી, તબીબોનો આભાર માન્યો

વડોદરામાં વધુ ત્રણ દર્દીએ કોરોનાને માત આપી, તબીબોનો આભાર માન્યો

વડોદરામાં વધુ ત્રણ દર્દીએ કોરોનાને માત આપી, તબીબોનો આભાર માન્યો

ગોત્રી ખાતેની ખાસ કોવિડ-19 હોસ્પિટલમાંથી એક પછી એક સારા સમાચાર મળી રહ્યાં છે

વડોદરા : ગોત્રી ખાતેની ખાસ કોવિડ-19 હોસ્પિટલમાંથી એક પછી એક સારા સમાચાર મળી રહ્યાં છે. ગઇકાલે કોરોનામાંથી મુક્ત થઈને સંપૂર્ણ સાજા થયેલા 3 વ્યક્તિઓ પછી આજે વધુ ત્રણ દર્દીઓને રોગ મુક્તિના પ્રમાણપત્ર સાથે વિદાય આપવામાં આવી હતી. આમ બે દિવસમાં 6 જેટલા દર્દીઓ રોગ મુક્ત થયા છે. અહીં ફરજ બજાવતા તબીબો,નર્સિંગ સ્ટાફ અને સેવકોએ આનંદની સાથે ઉંડા આત્મસંતોષની લાગણી અનુભવી હતી.

પ્રોટોકોલ પ્રમાણે ઉપરા-ઉપરી બે રિપોર્ટ નેગેટિવ આવતાં 66 વર્ષના મુસ્તાક હુસૈન કાજી, 48 વર્ષના દિપકભાઈ પટણી અને સુનિતા બહેન પટણી ને રજા આપવામાં આવી હતી. આ પૈકી મુસ્તાક હુસૈને એક સંવાદમાં હોસ્પિટલની સેવાથી સંપૂર્ણ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. અત્રે સારવાર લઈ રહેલા અને હાલમાં જ તબિયતમાં સુધારો થવાથી આઇ.સી.યુ.માંથી બહાર આવેલા ગોધરાના એક કોરોના પીડિતે જણાવ્યું કે અહીંના તબીબો અને સ્ટાફ ખડે પગે કામ કરી દર્દીઓને સેવા આપી રહ્યાં છે જે વખાણને પાત્ર છે. આ લોકો દવા, ગોળી આપવા, બોટલ ચઢાવવા જેવી બાબતોમાં ખૂબ ધ્યાન આપે છે. સતત દર્દીની પૂછપરછ કરે છે. એમની ઘણી સારી સેવાઓ માટે ખૂબ ખૂબ આભાર.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ, આંકડો 3 હજારને પાર

ગોત્રીની આ ખાસ કોવિડ હોસ્પિટલની કાળજી સભર સારવારથી અગાઉ 9 દર્દી સાજા થઈ ગયા છે. આજના 3 સાથે કુલ 12 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે. અહીં માત્ર શહેર કે જિલ્લાના નહીં પણ પંચમહાલ, છોટા ઉદેપુર ,દાહોદ જિલ્લાઓના દર્દીઓને સારવાર આપવામાં આવી છે. સહુથી નાની ઉંમરની એક બાળકી સહિત બે બાળકીઓ અને 55થી ઉપરની ઉચ્ચ જોખમ વય જૂથની તથા કિડની, ડાયાબિટીસ જેવી બિમારીઓ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓને યોગ્ય સારવાર આપી સાજા કરવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, Vadodara

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन