Home /News /gujarat /

ગોધરામાં બાળકી સાથે રેપ, વડોદરામાં કિશોરીને કારમાં ખેંચી જવાનો પ્રયાસ!

ગોધરામાં બાળકી સાથે રેપ, વડોદરામાં કિશોરીને કારમાં ખેંચી જવાનો પ્રયાસ!

પ્રતિકાત્મક તસવીર

વડોદરામાં સ્કૂલ જઈ રહેલી બે પિતરાઈ બહેનો સામે એક કાર ચાલકે પેન્ટ ઉતારી નાખ્યું, બંનેમાંથી એકનો હાથ પકડીને તેને કારમાં ખેંચવાનો પ્રયાસ કર્યો.

    અમદાવાદઃ ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર કરવામાં આવેલ પાશવી બળાત્કારની ઘટના હજી લોકમાનસ પરથી હટી નથી ત્યાં બીજો આવો જ એક બનાવ ગોધરામાં સામે આવ્યો છે. અહીં એક યુવાને ચાર મહિનાની બાળકીને પોતાની હવશની શિકાર બની હતી. આ અંગે વેજલપુર પોલીસ મથકે ફરિયા દાખલ કરવામાં આવી છે. વડોદરામાં સ્કૂલે જઈ રહેલી બે બહેનોની છેડતી કરવામાં આવી હતી. વિસનગરમાં એક ત્રણ વર્ષની બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યાનો બનાવ પણ પોલીસ ચોપડે નોંધાયો છે.

    મળતી માહિતી પ્રમામે વેજલપુર નજીક આવેલા એક ગામમાં ભાવિન ઉર્ફે સાભલો પરમાર નામના યુવકે ગામની જ ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવક બાળકીને ફોસલાવીને કેનાલ પાસે લઈ ગયો હતો. અહીં બળાત્કાર ગુજાર્યા બાદ તેને આવી જ હાલતમાં છોડીને ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

    આ પણ વાંચોઃ અલોકનાથ સંસ્કારીથી બળાત્કારી સુધી: Twitter પર 'બાબૂજી' થયા ટ્રોલ

    વિસનગરમાં એક ત્રણ વર્ષની બાળકીને ખોટી રીતે સ્પર્શ કર્યાનો બનાવ સામે આવ્યો છે. બાળકી જે સ્કૂલમાં ભણતી હતી ત્યાંના સુરક્ષા ગાર્ડે તેને અડપલાં કર્યા હતા. બાળકીએ તેની સાથે બનેલી હેવાનિયત અંગે તેની માતાને ફરિયાદ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

    વડોદરામાં વિદ્યાર્થિનીને કારમાં ખેંચી લેવાની પ્રયાસ

    ત્રીજો એક શરમજનક બનાવ વડોદરાના ડભોઈ રોડ પર બન્યો હતો. અહીં બે પિતરાઇ બહેનોની કોઈ અજાણ્યા કાર ચાલકોએ છેડતી કરી હતી. એટલું જ નહીં બંનેમાંથી એક વિદ્યાર્થિનીને કારમાં ખેંચી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે બંને પિતરાઇ બહેનો સ્કૂલે જઈ રહી હતી ત્યારે એક કાર તેની બાજુમાં આવીને ઉભી રહી ગઈ હતી. આ દરમિયાન કાર ચાલકે બૂમ પાડી હતી. સરનામું પૂછવાને બહાને બૂમ મારી હોવાનું માનીને બંને બહેનો જ્યારે કાર નજીક પહોંચી ત્યારે ચાલકે તેનું અડધું પેન્ટ ઉતારી દીધું હતું. એટલું જ નહીં બંનેમાંથી એક બહેનનો હાથ પકડીને તેને કારમાં ખેંચી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, બંનેએ બૂમાબૂમ કરી મૂકતા ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dhundhar, Molestation, Vadodara, Visnagar, ગોધરા

    આગામી સમાચાર