Home /News /gujarat /

અમદાવાદઃ શાહપુર પોલીસના ત્રાસથી યુવાનની પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી

અમદાવાદઃ શાહપુર પોલીસના ત્રાસથી યુવાનની પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી

વાયરલ વીડિયોની તસવીર

હલીમની ખડકી પાસે રહેતા નવસાદ અજમેરીએ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેણે શાહપુરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.અમીન, પોલીસ કર્મચારી કેતન પટેલ અને સમીરઉલ્લા સામે ગંભીર આરોપ લગાવ્યાં છે

    ભાવિક આચાર્ય, અમદાવાદઃ એક તરફ શહેર પોલીસ કમિશ્નર એ.સે.સિંઘ પોલીસની છબી પ્રજા વચ્ચે સુધરે તે માટે અનેક પ્રયત્નો કરી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ જાણે કે સુધરવાનું નામ જ ન લઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ક્યાંક પોલીસ કર્મચારી સામે લાંચ માંગવાના કેસ તો ક્યાંક બુટલેગરોને છાવરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે શહેરમાં શાહપુર પોલીસ સામે વધુ એક આરોપ લાગ્યો છે.

    હલીમની ખડકી પાસે રહેતા નવસાદ અજમેરીએ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેણે શાહપુરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.અમીન, પોલીસ કર્મચારી કેતન પટેલ અને સમીરઉલ્લા સામે ગંભીર આરોપ લગાવ્યાં છે. નવસાદનું કહેવું છે કે કેટલાક દિવસ અગાઉ મોહસીન નામના આરોપીને પ્રોહીબીશનના કેસમાં શાહપુર પોલીસએ પકડ્યો હતો.

    નવસાદનું કહેવું છે કે પોલીસ આ ગુનામાં તેને ખોટી રીતે આરોપી બનાવીને ફસાવવા માંગે છે. અને પોલીસ મોહસીન પર પણ નવસાદનું નામ જાહેર કરવા માટે દબાણ કરી રહી છે. જોકે એટલું જ નહીં નવસાદનો આરોપ છે કે પીઆઇ આર.કે.અમીન દ્વારા તેની પાસે રૂપિયા પાંચ લાખની માંગણી કરવામાં આવી છે. અને જો તે રૂપિયા નહીં આપે તો તેને આ કેસમાં ફસાવી દેવામાં આવશે. આ બધી મિટિંગો પીઆઈ રાઈફલ ક્લબમાં કરે છે. તેઓ આરોપ લગાવ્યો છે.

    આ પણ વાંચોઃ-370 તબીબોને જોડવાના કાર્યક્રમનો ફિયાસકો, 100થી વધુ ડોક્ટરો જ BJPમાં જોડાયા

    પોલીસ ઇન્સપેક્ટર આર.કે.અમીનનો ખૌફ તો એટલો છે કે નવસાદ એ છેલ્લા ચાર દિવસથી ઘર છોડીને આમ તેમ ભટકવું પડે છે. અંતે તેણે પોલીસના ત્રાસથી કંટાળીને એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેણે ચીમકી આપી છે કે જો દસ દિવસમાં તેને પોલીસના ત્રાસથી છૂટકારો નહીં મળે તો પરિવાર સાથે પોલીસ કમિશ્નર કચેરીની સામે આત્મવિલોપન કરશે.

    ઉલ્લેખનીય છે કે શાહપુર પીઆઈ આર કે અમીન શરુઆતથી જ વિસ્તારમાં વિવાદમાં રહ્યા છે. વિરુધ્ધ સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વિધાનસભા ગૃહમાં રજૂઆત પણ કરી ચુક્યા છે. અને હાલમાં કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિ અને ભાજપના મહામંત્રી ભરત ભાવસાર વિરુધ્ધ ટ્રાફિકની સમસ્યાને લઈને પણ તેમની સામે ફરીયાદ નોંધી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Self immolation, Torture, અમદાવાદ, ગુજરાત, પોલીસ`, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन