હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ રાજ્યમાં બહુચર્ચીત લોકસક્ષક પેપર લીક કાંડ બાદ લેવાયેલી લોકરક્ષક ભરતીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આશરે 15000 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, જગ્યા કરતા દોઢ ઘણા ઉમેદાવારોની યાદી તૈયાર કરવામાં આવી છે. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથધરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે થોડા મહિનાઓ પહેલા લેવાયેલી લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે. અને ઉત્તીર્ણ ઉમેદવારોને કોલ લેટર ઇશ્યૂ કરવામાં આવશે. આમ 15 દિવસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથધરાશે.
ઉલ્લેખનીય છેકે, થોડા મહિનાઓ પહેલા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારે આ પરીક્ષાના કલાકો પહેલા જ પેપર લીક થયું હતું. અને સમગ્ર પરીક્ષાને મોકૂફ કરવા માટે બોર્ડને ફરજ પડી હતી. અને ત્યારબાદ સમગ્ર મામલો ગરમાયો હતો.
આ કેસમાં એક પછી એક એમ અનેક આરોપીઓની પોલીસ ધરપકડ કરી હતી. જોકે, આ પરીક્ષા મોકૂફ રહ્યાની ઘટનાના એક મહિના બાદ ભારે સાવચેતી પૂર્વક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં લાખો પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેનું આજે શુક્રવારે પરિણામ આવી ગયું છે અને ઉત્તીર્ણ ઉમેદવારોની યાદી તૈયાર પણ કરવામાં આવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર