Home /News /gujarat /

વડોદરાના 12 ધોરણ પાસ ખેડૂતે ફૂલોની ખેતી દ્વારા 20 લોકોને રોજગારી પુરી પાડી

વડોદરાના 12 ધોરણ પાસ ખેડૂતે ફૂલોની ખેતી દ્વારા 20 લોકોને રોજગારી પુરી પાડી

વિશાલ પટેલ દેશભરમાં ફૂલો એક્સપોર્ટ કરી સારી કમાણી કરે છે.

મદન, મોગરો, ગુલાબ અને પારસ ફુલોની ખેતી કરી બાય એર બેંગલુરૂ, હૈદરાબાદમાં ફૂલો એક્સપોર્ટ કરે છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : ખેતીમાં સિઝનલ પાક મેળવીને જ સારી કમાણી કરી શકાય તેવું બિલકુન નથી. જો ખેડૂતમાં દિર્ઘદૃષ્ટી હોય તો કોઈ પણ પાક કે બાગાયતી ખેતી કરી તે સારી કમાણી કરી શકે છે. વડોદરાના બીલ ગામના ખેડૂત વિશાળ પટેલે આ વાત સાર્થક કરી બતાવી છે. વિશાલ પટેલ ફૂલોની ખેતી દ્વારા 20 લોકોને રોજગારી પુરી પાડી રહ્યાં છે. તેમના ખેતરમાં ઉત્પાદીત ફૂલો બાચ એર બેંગલુરૂ, હૈદરાબાદ, ભોપાસ મુંબઈ પુણે એકસપોર્ટ કરે છે.

    વિશાલ ભાઈ વડોદરા માહિતી વિભાગની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતા ઠાકોર પટેલે અને દાદા પણ બાગાયતી ખેતી કરતા હતા તે જોઇને મને પણ તેમનો આ વ્યવસાય અપનાવવાનું પહેલેથી પસંદ હતુ. ખેતરમાં મુખ્યત્વે મદન મોગરો, ગુલાબ અને પારસ થાય છે તેના સાથે ગલગોટા, વીજળી અને સેવંતીની ખેતી થાય છે. મારી આ ખેતી સાથે બિલ અને દરાપુરાના અન્ય 35-37 ખેડૂતો પણ ફૂલની ખેતી કરે છે, તેમના ફુલોની પણ ખરીદી કરીને વેચાણ માટે મોકલવામાં આવે છે.

    આ પણ વાંચો :   ગુજરાતી મહિલાએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા, ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી

    વિશાલ પટેલે વધુમાં કહ્યું કે, અમે બેંગ્લોર-હૈદરાબાદ ખાતે બાય એર અને ભાવનગર, અમદાવાદ, ભરૂચ, સુરત, ભોપાલ, મુંબઇ, પુણે, કોટા-રાજસ્થાન અને દિલ્હી ખાતે બાય ટ્રેન ફુલો મોકલાવીએ છીએ, તેની સાથોસાથ વડોદરાના ફુલ બજારમાં પણ ફુલોનું વેચાણ કરવામાં આવે છે. વાતવાતમાં તેમણે કહ્યું કે, બાગાયતી ખેતીમાં ઓછામાં ઓછા રોજના 20 મજૂરોની જરૂરિયાત રહે છે. જે મજૂરો સ્થાનિક સ્તરે મજૂરી માટે મળી રહે છે જેથી તેમને રોજગારી માટે અન્ય જવાની જરૂર રહેતી નથી. આમ વિશાલ પટેલ પોતે તો ખેતી કરે છે પણ સાથોસાથ સ્થાનિક 20 લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Sucess story, ખેડૂત, ગુજરાત, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन