હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરમાંદિવસેને દિવસે જાણે ચોરી-લૂંટનાં કિસ્સાઓ વધતા હોય તેમ લાગી રહ્યું છે. ગઇકાલે શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડનાં એક ઘરમાં બપોરે બારેક કલાકે બે જણ લૂંટ કરીને ફરાર થઇ ગયા હતાં. આ દરમિયાન ગર્ભવતી મહિલા ઘરમાં એકલી હતી. તેને ચપ્પુ બતાવીને તિજોરીની ચાવી માંગી હતી. આ દરમિયાન મહિલાનો દિયર ઘરે આવી જતા લૂંટારુઓ હુમલો કરીને ફરાર થઇ ગયા હતાં. જોકે હાલ પોલીસ આ ઘટનાની હકિકત તપાસી રહી છે. ચાંદખેડા પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
જાણો આખો ઘટનાક્રમ
આ મામલે મળતી પ્રમાણે ચાંદખેડાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ઝલક પટેલ ગર્ભવતી છે. જે ગઇકાલે બપોરે ઘરમાં એકલા હતા. ઘરનો દરવાજો બહારથી બંધ હતો. તે દરમ્યાનમાં સ્ટોપર ખોલવાનો અવાજ આવ્યો હતો. તે જોવા ગયા કે કોણ છે ત્યારે બે અજાણ્યા શખ્સ ઘરમાં આવ્યા હતા. વિશાલ છે કે કેમ તેમ પૂછી ચપ્પુ બતાવી ચૂપ રહેવા કહ્યું હતું. એક લૂંટારુંઓ જઈને આવ્યો હતો. થોડી વાર પછી શખ્સ નીચે આવી તિજોરીની ચાવી માંગી હતી. ઝલકે એ મારા સસરા પાસે છે એમ કહ્યું હતું. લૂંટ દરમિયાન ઝલક ગભરાઇ ગઇ હતી તેને ચક્કર આવતા હતાં. એટલે લૂંટારુઓએ માનવતા દર્શાવીને ઝલકને પાણી પીવડાવ્યું હતું.તે દરમ્યાનમાં તેમનાં દિયર જીત આવ્યાં હતાં. જેથી બંને લૂંટારુઓ જીતને માથામાં સાણસી મારી બાઈક પર ફરાર થઈ ગયા હતા.
આ ઘટના અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ બી. કે ગમારે જણાવ્યુ કે, 'લૂંટની ઘટનામાં અમે તપાસ કરી રહ્યા છીએ. બનાવની જગ્યાને જોતા ઘટના ઉપજાવેલી હોય તેવી શક્યતા છે. હાલમાં તપાસ ચાલી રહી છે.'
રુપિયાની લેતીદેતીમાં કાપડ દલાલનું અપહરણ
આ ઉપરાંત ગઇકાલે અમદાવાદમાં એક અપહરણની ઘટના પણ બની હતી. જાણીતા લકી ટી સ્ટોલ પાસેથી કાપડ દલાલનું અપહરણ કરાયું છે. મળતી માહિતી પ્રમાણે છ વેપારીઓએ રૂપિયાની લેતીદેતીમાં અપહરણ કર્યું છે. આ દલાલને અપહરણ કરીને પીપળજમાં આવેલી એક ફેક્ટરીમાં લઇ જવાયો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. કારંજ પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર