Home /News /gujarat /

અમદાવાદઃ બંટી-બબલી ઝડપાયા, જ્વેલર્સ શો રૂમને બનાવતા નિશાન

અમદાવાદઃ બંટી-બબલી ઝડપાયા, જ્વેલર્સ શો રૂમને બનાવતા નિશાન

અમદાવાદમાં એક બંટી બબલીની જોડીની પોલીસે ધરપકડ કરી છે. જે જવેલરીનું વેચાણ કરતા શો રૂમને નિશાન બનાવી ગણતરીની મિનિટોમાં જ ચોરી કરી પલાયન થઇ જતા.

અમદાવાદમાં એક બંટી બબલીની જોડીની પોલીસે ધરપકડ કરી છે. જે જવેલરીનું વેચાણ કરતા શો રૂમને નિશાન બનાવી ગણતરીની મિનિટોમાં જ ચોરી કરી પલાયન થઇ જતા.

    ઋત્વીજ સોની, અમદાવાદ

    અમદાવાદમાં એક બંટી બબલીની જોડીની પોલીસે ધરપકડ કરી છે. આ બંટી બબલી જવેલરીનું વેચાણ કરતા શો રૂમને નિશાન બનાવી ગણતરીની મિનિટોમાં જ ચોરી કરી પલાયન થઇ જતા હતા. જો કે અમદાવાદના એક શોરૂમમાં ચોરી કરવા જવું તેમને ભારે પડ્યું હતું. ચોરી કરવામાં નિષ્ફળતા મળી અને પોલીસ સકંજામાં આવી ગયા.

    આ બંન્ને આરોપીઓ નજર ચુકવીની ચોરી કરવામાં માહિર છે. કમલેશ ઉર્ફે રાજુ અને પુનમ રંગવાણી નામના આરોપીઓ વાસ્તવમાં પતિ-પત્ની છે. આ બંન્ને આરોપી સેન્ટ્રો કાર લઇને કોઇપણ રાજ્યમાં જઇ પહોચતા અને મોંધી દાટ જવેલરીનું વેચાણ કરતા શો રૂમને બનાવતા હતાં ટારગેટ. ચોરી કરવામાં માસ્ટર માઇન્ડ ધરાવતા આ દંપતિ ગ્રાહરના સ્વાંગમાં શોરૂમમાં જતાં અને સોનાના દાગીનાની માંગ કરતા હતાં અને જ્યારે કાઉન્ટર પર સંખ્યાબંધ દાગીના એકઠા થાય ત્યારે આંખના પલકારામાં પુનમબેન દાગીનાની ચોરી કરી કપડામાં છુપાવી દેતી હતી.

    અમદાવાદમાં એક બંટી બબલીની જોડીની પોલીસે ધરપકડ કરી છે.


    બંન્ને આરોપીઓ શનીવારે મણીનગરમાં આવેલી તનિષ્કના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં ગયા હતાં. જો કે શો રૂમના સર્તક કર્મચારીની શંકા જતાં જ તેણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને આસપાસના વિસ્તારમાં સર્ચ કર્યું હતું. જેમાં આ બંન્ને ઓરોપીઓ પકડાયા હતા આ દંપતિએ અત્યાર સુધીમાં ગુવાહાટી, જયપુર, કેરાલા, ભીલવાડા અને બીકાનેરમાં ચોરીના ગુનાને અંજામ આપી ચુક્યાં છે.

    અમદાવાદના એક શોરૂમમાં ચોરી કરવા જવું તેમને ભારે પડ્યું હતું.


    પુનમ રંગવાણી આ ગેંગની મુખ્ય સુત્રધાર છે. જે અલગ અલગ ગેંગો બનાવીને ચોરી કરાવતી હતી. જ્યારે ચોરી કરેલા માલનો નિકાલ પુનમનો પુત્ર કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે બંન્ને આરોપીઓની પૂછપરછ વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: અમદાવાદ

    આગામી સમાચાર