શિક્ષક દિને અમદાવાદના આ પાંચ શિક્ષકોનું સન્માન કરાયું
શિક્ષક દિને અમદાવાદના આ પાંચ શિક્ષકોનું સન્માન કરાયું
પાંચ શિક્ષકોની તસવીર
શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર અમદાવાદના 5 શિક્ષકો અને 18 વિદ્યાર્થીઓને આજના ખાસ દિવસે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંજય ટાંક, અમદાવાદઃ શિક્ષક દિનની ઉજવણીમાં અમદાવાદ જિલ્લા અને તાલુકાના 5 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના આ શિક્ષકોને શાળાની પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વિદ્યાર્થીઓને વાળવા બદલ જ્યારે કોઈ શિક્ષકને રમતગમત ક્ષેત્રે શાળાનું રાષ્ટ્રીયકક્ષાને નામ રોશન કરવા બદલ સન્માન કરાયું છે.
દેશભર સહિત રાજ્યભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર અમદાવાદના 5 શિક્ષકો અને 18 વિદ્યાર્થીઓને આજના ખાસ દિવસે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં નોબલનગર પ્રાથમિક શાળાના શિક્ષક પુર્વેશકુમાર પંચાલ , બહેરામપુરા ગુજરાતી શાળાના દર્શનાબેન માલકિયા, વિંઝોલ શાળાના દક્ષાબેન પરમાર, નારણપુરાની શાળાના ઈલાબેન પટેલ અને થલતેજ પ્રાથમિક શાળાના આચાર્ય ચિરાગ જોષીને સન્માનિત કરાયા હતા.
નોબલનગર શાળાના શિક્ષક પુર્વેશ પંચાલે છેલ્લા એક વર્ષમાં ખાનગી શાળામાંથી 97થી 98 ટકા બાળકોને સરકારી શાળામાં આવવા બદલ પ્રેરણા આપી હતી. જે બદલ તેમનું સન્માન કરાયું જ્યારે થલતેજ પ્રાથમિક શાળાના આચાર્ય ચિરાગ જોષીએ રમતગમત ક્ષેત્રે શાળાને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવી હતી.
બીજીતરફ અન્ય શિક્ષકોએ પણ પોતાના અભ્યાસની બાબતમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને એવોર્ડ એનાયત કરાયા હતા. આ એવોર્ડમાં 5 માંથી 3 મહિલા શિક્ષકોનો સમાવેશ થાય છે જેમાં 4 શિક્ષક મ્યુનિસિપલ સ્કૂલના તો એક શિક્ષક જિલ્લા પંચાયત હસ્તકની શાળાના છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર