Home /News /gujarat /

ગોધરા આંગડીયા પેઢીમાં 47 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓની ધરપકડ

ગોધરા આંગડીયા પેઢીમાં 47 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓની ધરપકડ

ગોધરા આંગડીયા પેઢીમાં 47 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓની ધરપકડ

પોલીસ તપાસમાં " ઘર કા ભેદી લંકા ઢાયે " ઉક્તિ જેમ આંગડિયા પેઢી માં થયેલી ચોરી એક પૂર્વ આયોજિત કાવતરૂ હોવાનું બહાર આવ્યું હતું.આંગડિયા પેઢીમાં નોકરી કરતાં મેહુલ સોલંકીએ તેના મિત્ર દર્શન સોની સાથે મળી 47 લાખની ચોરી કરવાનું આયોજન કરી નાણાં  એડવાન્સમાં સરકાવી લીધા હતા

વધુ જુઓ ...
    ગોધરા સ્થિત મહેન્દ્રભાઇ સોમાભાઇ પટેલની આંગડીયા પેઢીમાં 47 લાખ રૂપિયાની થયેલી ચોરીનો ગોધરા એલસીબી અને બી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે 47 લાખ પૈકી 45 લાખ રૂપિયા રીકવરી પણ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આંગડિયા પેઢીના કર્મચારીએ જ તેના મિત્ર સાથે મળી 47 લાખની માતબર રકમ ચોરીનું કાવતરૂ રચ્યું હતું અને જેનાબાદ આજે સવારે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવતા  પોલીસે ટેકનીકલ સર્વેલન્સ ,સીસીટીવી ફૂટેજ સહિતની મદદથી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

    ગોધરાના સોનીવાડ વિસ્તારમાં આવેલી મહેન્દ્ર સોમાભાઈ પટેલ આંગડીયા પેઢી માંથી  રોકડ રૂપિયા અને બે મોબાઇલ ફોન મળી કુલ 47.12 લાખની ચોરી થઈ હોવાની ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આંગડિયા પેઢીના કર્મચારીએ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

    આ પણ વાંચો: સુરેન્દ્રનગર: પુસ્તકો ભરીને જઈ રહેલા પીકઅપ વાનને અકસ્માત, ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત

    જિલ્લા પોલીસવડાએ  એલ.સી.બી અને ગોધરા શહેર બી ડીવીઝન પોલીસની ટીમ ની રચના કરી ચોરીનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી.  જેથી પોલીસે ગોધરા શહેરના જાહેરમાર્ગો ઉપરના સી.સી.ટી.વી. ફુટેજ,હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદ લેતાં  ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

    પોલીસ તપાસમાં " ઘર કા ભેદી લંકા ઢાયે " ઉક્તિ જેમ આંગડિયા પેઢી માં થયેલી ચોરી એક પૂર્વ આયોજિત કાવતરૂ હોવાનું બહાર આવ્યું હતું.આંગડિયા પેઢીમાં નોકરી કરતાં મેહુલ સોલંકીએ તેના મિત્ર દર્શન સોની સાથે મળી 47 લાખની ચોરી કરવાનું આયોજન કરી નાણાં  એડવાન્સમાં સરકાવી લીધા હતા અને દર્શનના મોડાસા ખાતે રહેતા સંબંધીને ત્યાં નાણાં ના પેકેટ પહોંચાડી દેવાયા હતા.

    આ પણ વાંચો: Gujarat Board 12th Result 2022: ધોરણ-12 સામાન્ય પ્રવાહ પરિણામ, કોમ્પ્યુટર વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નાપાસ, હિન્દીનું પરિણામ સૌથી વધારે

    બીજી તરફ પેઢી માં માતબર રકમની ચોરી થઈ હોવાની જયપાલસિંહ રાઠોડને જાણ થતાં તેઓએ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓ  (૧) મેહુલસિંહ તખતસિંહ સોલંકી રહે.તરસંગ લીમડાવાળુ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ (ર) દર્શન ઉર્ફે પેન્ટર પંકજભાઇ સોની રહે.સોનીવાડ સુરેન્દ્ર સાયકલની પાસે પેન્ટર ખડકી ગોધરા (3) નરેન્દ્રકુમાર પ્રવિણચંદ્ર સોની રહે.મકાન નંબર ૪૩, પંચ જયોત સોસાયટી માલપુર રોડ મોડાસા ની બે મોબાઇલ ફોન અને 45 લાખ રૂપિયા રોકડા સાથે ધરપકડ કરી બે લાખ રૂપિયા રીકવરી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: ગુનો

    આગામી સમાચાર