અમદાવાદ : એક તરફ શહેરમાં (Ahmedabad city)લોકો શાંતિથી દિવાળીનો (Diwali-2021)પર્વ ઉજવી શકે તે માટે પોલીસ (Police)દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો. આમ છતા પણ જાણે કે તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીની (Theft)ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતનાં રાજ્યપાલનાં નિયુક્ત ફોટોગ્રાફરનાં ઘરમાં અજાણ્યા ઈસમોએ પ્રવેશીને રોકડ અને દાગીનાં સહિત 13 લાખથી વધુની ચોરી કરી છે.
અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓ પોલીસ ચોંપડે નોંધાઈ રહી છે. હાલમાં જ કોન્ટ્રાક્ટરનાં વાસણા ખાતેનાં ઘરમાં લાખોની ચોરીને અંજામ આપનાર ઈસમોની પોલીસે ઘરપકડ કરી ત્યાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલા માણેકબાગમાં રાજ્યપાલનાં નિયુક્ત ફોટોગ્રાફરનાં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું છે. પરિવાર સાથે ફરવા ગયેલા ફોટોગ્રાફરનાં ઘરને રાતના સમયે ટાર્ગેટ કરીને બે ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં પોતે ન દેખાય તે રીતે ઘરમાં પ્રવેશીને સોના-ચાંદીનાં દાગીનાં અને રોકડ સહિત 13 લાખની વધુની ચોરી કરી પલાયન થઈ ગયા છે.
ચોર ઈસમોએ ઘરમાં બારીની ગ્રીલને ગેસ કટરથી કાપીને અંદર પ્રવેશી દાગીનાં સહિત રૂપિયા 13 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. ઘરમાં રહેતા સીસીટીવીમાં પોતે ન આવે તે માટે આરોપી ચોરે સીસીટીવીનાં ડીવીઆરનાં બદલે ટીવીનાં સેટ અપ બોક્સનાં કાર્ડ પોતાની સાથે લઈ ગયા હોવાનું ખુલ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં હાલમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે પરિવાર બહાર જવાનો હોવાથી પોતાનાં પાસે પહેરેલા ઘરેણાં પણ સુરક્ષાની દ્રષ્ટીએ ઘરમાં જ મુક્યા હતા. ત્યારે પોલીસે આ મામલે ઘરની બહારનાં સીસીટીવી તપાસતા બે ઈસમો દેખાતા તેઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ પોલીસની પકડમાં ક્યારે આવે છે તે જોવું રહ્યું.
અમદાવાદમાં ચોરીની નવી ટ્રીક
શહેરમાં ઠગાઈ અને વિશ્વાસઘાતની સાથે છેતરપિંડીનાં (Ahmedabad Crime) વિચિત્ર કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરનાં સાબરમતી વિસ્તારમાં એક આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. માતા પિતા બંને નોકરી કરતા હોય તેવા પરિવાર માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. એક પરિવારમાં રહેતું દંપતી નોકરીએ ગયું હતું અને બાળકો ઘરે એકલા હતા. ત્યારે એક શખ્સ આવ્યો અને આ બાળકોને તેમના પિતાનો અકસ્માત થયો હોવાનું કહી ઘરમાંથી 80 હજાર કઢાવી 48 હજાર લઈ 32 હજાર પરત આપી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બાબતની જાણ થતા જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી પાસે પોલીસે ઘટના સાંભળી તો પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ છે. હાલમાં આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર