અમદાવાદ : દિવાળીથી (Diwali) બિગ બજેટ મૂવી રિલીઝ થતી હોવાથી મલ્ટિપ્લેક્સ બેક ટુ નોર્મલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સિનેમાઘર માલિકો દ્વારા મુખ્યમંત્રીને 100 ટકા કેપેસિટીની પરવાનગી માટેનો પત્ર પણ લખવામાં આવ્યો છે. જો સરકાર પરવાનગી આપશે તો કોરોનાની મહામારીને કારણે બંધ પડેલા સિનેમાઘરમાં જીવ રેડાશે. કારણ કે, પહેલી લહેર બાદ જ્યારે સિનેમાઘરો ખોલવામાં આવ્યા હતા પછી દર્શકો આવતા ન હતા. બીજી લહેરમાં ફરી એકવાર મલ્ટિપ્લેક્સ ઓનર્સને નુકસાન થયું હતું જેમાં આશરે 5 મહિના સિનેમાઘર બંધ રહ્યા હતા.
કોરોનાના કેસ ઓછા થતાની સાથે સિનેમાઘર ખુલ્લા તો મુકાયા પણ ફક્ત ઓટીટી પ્લેટફોર્મ પર થનારી હોલિવૂડ અને ગુજરાતી ફિલ્મો મૂકવામાં આવતી. પરંતુ બેક ટુ નોર્મલ આવતાની સાથે દિવાળીમાં નવી મુવીઝ લોકોને જોવા મળશે જેની પાસે સિનેમાઘર માલિકો તૈયાર થઈ ચૂક્યા છે અને આ માટે તેમણે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે.
આ પત્રમાં લખ્યું છે કે, નાઈટ શો અને ૧૦૦ % ક્ષમતા માટે સિનેમા ઘરોને છૂટ આપવામાં આવે. આ અંગે વાઈડ એંગ્લના માલિકના જણાવ્યા પ્રમાણે સરકાર sop સાથે છૂટછાટ આપે તો દિવાળી ફળે એવું છે. બીજી તરફ મૂવી બુક કરનાર સર્ટીફિકેટ બતાવે એ SO માં સામેલ હશે તો અમે એ માટે પણ તૈયાર છીએ. જેની પાસે નહિ હોય એને વેક્સિન મહત્વને સમજાવીશું.
નવેમ્બર મહિનામાં દિવાળીના સમયમાં બિગ બજેટ સૂર્યવંશી રિલીઝ થઈ રહી છે. જેની સાથે નવેમ્બર મહિનામાં અભિનેતા જોહ્નની સત્ય મેવ જયતે ટુ અને બંટી બબલી પણ આવી રહી છે. જે બાદ સિનેમાઘરોમાં ફરી એકવાર જીવ આવે તેવી શક્યતા છે, જોકે, આ વચ્ચે થિયેટર માલિકો સરકારને મનાવવામાં લાગ્યા છે.
આ અંગે મુકતા આર્ટના માલિક વિજેન્દ્ર શર્માના કહેવા પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટરનું લીસ્ટ તો આવી ગયું છે. પરંતુ હજુ અસમંજસની પરિસ્થિતિ છે. કોરોના વાયરસના કેસ વધે તો સ્થિતિ બદલાઇ શકે એમ છે. પણ જો આવું કાંઈ નથી થતું તો સરકારે ચોક્કસથી વિચારવું જોઈએ કે, હવે સિનેમા ઘરોને બેક ટુ નોર્મલમાં આવરી લેવા જોઈએ. ગુજરાત માં લોકો બેક ટુ નોર્મલ લાઇફ જીવી રહ્યા છે. આ રીતે સિનેમાઘરોને પણ નાઈટ શો અને વધારે કેપિસિટી વધારવાની મંજૂરી આપવામાં આવે તેવી આશા જાગી છે.