Home /News /gujarat /

અમદાવાદમાં અઢી વર્ષના બાળકને ચગદી નાંખનારને પોલીસે છાવર્યો, ટ્રાફિક પોલીસ નબળી પડી

અમદાવાદમાં અઢી વર્ષના બાળકને ચગદી નાંખનારને પોલીસે છાવર્યો, ટ્રાફિક પોલીસ નબળી પડી

આરોપી કારચાલક એસવીપીમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હોવા છતાંય બાળકને બચાવવા કે હોસ્પિટલમાં લઈ જવા રોકાયો ના હતો.

કાર્યવાહી બાકી હોવા છતાંય પોલીસે કડક શૈલી ના દર્શાવી માસૂમ બાળકના મોત પર ઢીલાશ બતાવી હતી. આગામી દિવસોમાં આ પ્રકારના કિસ્સામાં પોલીસ ઠોસ કાર્યવાહી કરે અને કડક વલણ દાખવે તે જરૂરી બન્યું છે. નવાઈની વાત તો એ છે કે ઘટના બાબતે સ્થાનિક અધિકારીઓએ તેમના જેસીપીને પણ જાણ ના કરી અંધારામાં રાખ્યા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: રિવરફ્રન્ટ પર મેડિકલ સ્ટુડન્ટે અઢી વર્ષના બાળક પર જીપ કંપાસ કાર ચઢાવી દેતા બાળકનું મોત ((Ahmedabad riverfront accident) નીપજ્યું હતું. તો આ અંગે પોલીસે પણ આરોપીના ખોળામાં બેસી તેને જામીન પર મુક્ત કરી યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આરોપીને જામીન પર મુક્ત કરી પીએસઆઇ એન.એસ. કટકડી એ હાજર રહેવા જણાવ્યું હતું. પણ આરોપી જાણી ગયો હતો કે પીએસઆઇ અને ટ્રાફિક પોલીસ નબળી છે એટલે કઈ કરી નહિ શકે અને આરોપી હાજર ન રહી પોલીસને ગોળ ગોળ ફેરવી પોતાની ફરજ પર કામે પહોંચી ગયો હતો.

બીજી તરફ આરોપીના પરિવારજનો વકીલને લઈને આવ્યા અને વાતચીત કરી ત્યાંથી નીકળી ગયા છતાંય પાંગળી પોલીસ કઈ કરી શકી નહોતી. શહેરમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. જેમાં મેડિકલ સ્ટુડન્ટે પોતાની જીપ કંપાસ ગફલતભરી રીતે ચલાવતા આગળ રહેલું અઢી વર્ષનું બાળક ચગદાઈ ગયું હતું. મૂળ મહારાષ્ટ્રનો અને હાલ નારોલ ખાતે રહેતો પરિવાર રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. ત્યારે કારચાલકની બેદરકારીના કારણે અઢી વર્ષના ધીરજનું મોત થયું હતું.

આ પણ વાંચો- જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર આવી ઘટના બની

ધીરજની સાથે તેના માતા-પિતા અને નાનો ભાઈ પણ હતો. જોકે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આરોપી કારચાલક એસવીપીમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હોવા છતાંય બાળકને બચાવવા કે હોસ્પિટલમાં લઈ જવા રોકાયો ના હતો. તો બીજીતરફ પોલીસે પણ આરોપી પાર્શ્વ પટેલ પર દયા ભાવ રાખી છાવર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પહેલા તેની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો. બીજા દિવસે આરોપીને હાજર રહેવાનું કહેતા તેના પરિવારજનો આરોપી પુત્રને લીધા વગર પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસે પણ આરોપીના પરિવારજનોની આગતા સ્વાગતા કરી જવા દીધા હતા.

આ પણ વાંચો- પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા છેલ્લા 20 વર્ષમાં કુલ રૂ.3840 કરોડના ખર્ચ

કાર્યવાહી બાકી હોવા છતાંય પોલીસે કડક શૈલી ના દર્શાવી માસૂમ બાળકના મોત પર ઢીલાશ બતાવી હતી. આગામી દિવસોમાં આ પ્રકારના કિસ્સામાં પોલીસ ઠોસ કાર્યવાહી કરે અને કડક વલણ દાખવે તે જરૂરી બન્યું છે. નવાઈની વાત તો એ છે કે ઘટના બાબતે સ્થાનિક અધિકારીઓએ તેમના જેસીપીને પણ જાણ ના કરી અંધારામાં રાખ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં ટ્રાફિક વિભાગ સુધરશે કે આમ જ લોકોના મોત જોઈ આરોપીઓને છાવરશે?
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarati news, અમદાવાદ પોલીસ

આગામી સમાચાર