Home /News /gujarat /

નગરોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર રૂ.2000 કરોડના ચેક વિતરણ કરશે

નગરોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર રૂ.2000 કરોડના ચેક વિતરણ કરશે

મુખ્યમંત્રી વિજય રૂરાણીની ફાઇલ તસવીર

નગરોના વિકાસ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે અંદાજપત્રમાં રૂ. 13,149 કરોડની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

  ગીતા મહેતા, ગાંધીનગરઃ રાજ્યના નગરોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના કારણે માળખાગત સવલતોનો વ્યાપ વધ્યો છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી સત્તા મંડળોમાં વિકાસ કામો માટે રૂ.2,000 કરોડના ચેક અર્પણ સમારોહ તા. 20/08/2019ના રોજ ટાઉન હૉલ, ગાંધીનગર ખાતે સવારે 11.00 કલાકે યોજાશે.

  મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષધનસુખ ભંડેરીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, નગરોના વિકાસ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે અંદાજપત્રમાં રૂ. 13,149 કરોડની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 4894 કરોડ ફાળવાયા છે.

  આ પણ વાંચોઃ-રાજ્યમાં 38 જળાશયો છલકાયા, સરદાર સરોવરમાં કુલ 80.64 ટકા પાણી

  તે પૈકી રૂ.2968 કરોડના ખર્ચે ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો, જનભાગીદારી, શહેરી પરિવહન અને આગવી ઓળખના કામો, રૂ.1426 કરોડના ખર્ચે પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટરના કામો તથા રૂ.500 કરોડના ખર્ચે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વિવિધ કામોનું આયોજન કરવામાં આવશે.
  Published by:ankit patel
  First published:

  Tags: State Government, ગાંધીનગર`, ગુજરાત

  આગામી સમાચાર