Home /News /gujarat /

RTE Admission: ઇસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈં! RTE પ્રવેશ પ્રક્રિયાની હેલ્પલાઇનમાં ધાંધિયા

RTE Admission: ઇસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈં! RTE પ્રવેશ પ્રક્રિયાની હેલ્પલાઇનમાં ધાંધિયા

અરજદારને ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી છે તેને આવો જવાબ મળે તો એ ફોર્મ કેવી રીતે ભરી શકશે. 

RTE Helpline: સૌથી મોટી વાત એ છે કે RTE પ્રવેશ માટે એક જ સરખી વિગતો હોય છે છતાં મોટા ભાગના હેલ્પલાઇન નંબર પર ફોન લગાવવામાં આવે તો સામેથી એવું કહેવામાં આવે છે કે તમારા જિલ્લાની હેલ્પલાઇન પર ફોન કરો. હવે જે અરજદારને ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી છે તેને આવો જવાબ મળે તો એ ફોર્મ કેવી રીતે ભરી શકશે. 

વધુ જુઓ ...
ઈસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈં.. જી હા આ સ્થિતિ છે RTE પ્રવેશ પ્રક્રિયા માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન (RTE Helpline) ની છે. શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા વેબસાઈટ પર હેલ્પલાઇન નંબરનું લાબું લચક લિસ્ટ તો લગાવી દીધું છે પણ તકલીફ મોટી એ છે કે એ યાદીમાંના કેટલાક નંબર બંધ છે યા તો સતત વ્યસ્ત જોવા મળી રહ્યા છે. એટલે જે કોઈપણ લાભાર્થી ફોન કરે તો એ ફોન પર તેઓને કોઈ હેલ્પ મળવાની જગ્યાએ એક જ ટેપ સાંભળવા મળી રહી છે ધ નંબર યુ આર કોલિંગ ઇસ બિઝી પ્લીઝ ટ્રાય અગેઇન લેટર.

અધૂરામાં પૂરું યાદીમાં કેટલાક નંબર તો બંધ હાલતમાં છે. રાજ્ય ભરમાં આ વર્ષે 70 હજાર જેટલી બેઠકો પર બાળકોને પ્રવેશ મળે તે માટે પ્રવેશ પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. મોટા ભાગે ગરીબ વર્ગના બાળકોને ખાનગી શાળામાં સારું શિક્ષણ મળે તે માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. કોઈપણ વાલીને પ્રવેશ માટે તકલીફ ન પડે તે માટે  હેલ્પલાઇન શરૂ તો કરવામાં આવી છે. અલગ-અલગ જિલ્લા સહિત 40 જેટલા કેન્દ્ર પર હેલ્પલાઇન ટીમ બેસાડવામાં આવી છે.  તંત્ર દ્વારા હેલ્પલાઇનની યાદી તો મૂકી દેવાઈ પરંતુ કોઈએ એ ચેક પણ નથી કર્યું કે એ ફોન નંબર ચાલુ છે કે બંધ હાલતમાં. કારણ કે આ હેલ્પલાઇન નંબર ની યાદી જ્યાંથી શરૂ થાય છે તે અમદાવાદ ગ્રામ્યના હેલ્પલાઇન નંબરથી થાય છે અને એ જ ફોન બંધ હાલતમાં છે. મોડાસાનો નંબર અમાન્ય છે. તો વળી આ યાદીમાંના કેટલાક નંબર સતત વ્યસ્ત આવી રહ્યા છે.

આ પણ વાંચો- corona Update: આજે રાજ્યના 30 જિલ્લા-2 મનપામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 16 દર્દી સાજા થયા

સૌથી મોટી વાત એ છે કે RTE પ્રવેશ માટે એક જ સરખી વિગતો હોય છે છતાં મોટા ભાગના હેલ્પલાઇન નંબર પર ફોન લગાવવામાં આવે તો સામેથી એવું કહેવામાં આવે છે કે તમારા જિલ્લાની હેલ્પલાઇન પર ફોન કરો. હવે જે અરજદારને ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી છે તેને આવો જવાબ મળે તો એ ફોર્મ કેવી રીતે ભરી શકશે.

આ પણ વાંચો- કરુણ ઘટના! વલસાડમાં કુંડી ગામમાં તળાવમાં ન્હાવા પડેલા પાંચ પૈકી બે બાળકો ડૂબ્યા, બે પિતરાઈ ભાઈઓના મોત

મહત્વનું છે કે પહેલા RTEના ફોર્મ ભરવાની  કામગીરી ઓફલાઇન થતી હતી. પરંતુ કોરોના કાળ પછી આ કામગીરી ઓનલાઇન થઈ ગઈ છે. આ વખતે પણ ફોર્મ ભરવાની કામગીરી ઓનલાઇન કરાઈ છે. જો ઓનલાઇન કામગીરી હોય તો તેના માટે હેલ્પલાઇન વ્યવસ્થા પણ 24 કલાક ચાલુ રાખવી જોઈએ તેની જગ્યાએ હેલ્પલાઇનમાં કેટલાક નંબર બંધ હોય છે તો કેટલાક નંબર સતત વ્યસ્ત આવતા ઓનલાઇન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Education Department, Gujarati news, RTE admission, RTE students

આગામી સમાચાર