Home /News /gujarat /લોકસભા ચૂંટણી: બ્રહ્મ સમાજ પણ મેદાને, 'સમાજની ઉપેક્ષા કરાશે તો શાખી નહી લેવાય'

લોકસભા ચૂંટણી: બ્રહ્મ સમાજ પણ મેદાને, 'સમાજની ઉપેક્ષા કરાશે તો શાખી નહી લેવાય'

જે બ્રાહ્મણ સાથે બ્રાહ્મણ તેની સાથે તેવું એક સુત્ર પણ વહેતુ કરાયું છે.

જે બ્રાહ્મણ સાથે બ્રાહ્મણ તેની સાથે તેવું એક સુત્ર પણ વહેતુ કરાયું છે.

    લોકસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે દરેક સમાજ સંગઠનો એક થઈ રહ્યા છે. પોતાના સમાજની તાકાતનું પ્રદર્શન કરી સરકારનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. આ બધા વચ્ચે બ્રહ્મ સમાજે પણ સરકારને ખુલ્લુ આહવાહન કર્યું છે.

    લોકસભાની ચૂટણી નજીક આવી રહી છે ત્યારે હવે બ્રહ્મ સમાજ પણ મેદાને પડ્યું છે. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજે લોકસભાની ચૂંટણીમાં પ્રતિનિધિત્વની માંગ કરી છે. લોકસભાની ચૂંટણીમાં દરેક પક્ષ 2થી 3 બેઠક ફાળવે તેવી માંગ સમસ્ત બ્રહ્મ સમાજની બેઠકમાં કરવામાં આવી છે.

    ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, ગુજરાતમાં બ્રહ્મ સમાજની 10 ટકા વસ્તી છે ત્યારે જો બ્રહ્મ સમાજની ઉપેક્ષા કરવામાં આવશે તો સમાજ શાખી નહિ લે તેવું પણ આહવાન આ બેઠકમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે આ બેઠકમાં જે બ્રાહ્મણ સાથે બ્રાહ્મણ તેની સાથે તેવું એક સુત્ર પણ વહેતુ કરાયું છે.

    યજ્ઞેશ દવેએ કહ્યું કે, સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત જાહેર કરાઈ છે તેનો સમાજના દરેક યુવાન લાભ લે તેવી પણ અપીલ અગ્રણીઓ દ્વારા કરાઈ છે.

    મહત્વનું છે કે અમદાવાદના નારણપુરામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સાધારણ સભા મળી હતી. જેમાં પાછલા વર્ષ દરમિયાન થયેલી કામગીરી અને આગામી વર્ષમાં થનાર કામગીરીના આયોજનની ચર્ચા કરાઈ હતી. તેમજ સમાજના નવા હોદ્દેદારોની નિમણૂંક પણ કરાઈ હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Held, Meeting

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन