Home /News /gujarat /રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 45.7 ડિગ્રી, અમદાવાદમાં 44.6 ડિગ્રી

રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 45.7 ડિગ્રી, અમદાવાદમાં 44.6 ડિગ્રી

    અમદાવાદઃ આજે પણ ગરમીનું પ્રમાણ વધુ રહ્યું હતું. ગરમી વધતાં આકાશમાંથી અગનવર્ષા નીચે વરસતી હતી. રાજ્યમાં મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. આજે સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45.7 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગઈકાલે 45 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગઈકાલે 43.4 નોંધાયું હતું. ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગઇકાલે 43.5 નોંધાયું હતું.

    મળતી વધુ વિગત મુજબ, પશ્ચિમમાંથી ઉત્તર તરફ ગરમ પવન ફૂંકાતાં રાજ્યના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કચ્છમાં સિવિયર હીટવેવની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 45.7 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં 45.2 ડિગ્રી, અમદાવાદ, કંડલા એરપોર્ટમાં 44.6 ડિગ્રી, ઈડરમાં 44.6 ડિગ્રી, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી, રાજકોટમાં 44.4 ડિગ્રી, ભુજમાં 44.2 ડિગ્રી, અમરેલીમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે.

    હજી બે દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશ. બે દિવસ બાદ ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યું જેવો માહોલ સર્જાયો હતો. હજી બે દિવસ સુધી બપોરે 12થી 4ની વચ્ચે કામ વગર ઘરની બહાર ન નીકળવાની હવામાન ખાતા દ્વારા સૂચના આપવામાં આવી છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Heat wave, Temperature, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन