અમદાવાદઃ રાજ્યમાં તાપમાનનું પ્રમાણ ફરી વધવાનું શરૂ થઈ ગયું છે. ગરમીનું પ્રમાણ સતત વધતાં જાણે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય એવી અનુભૂતિ થઈ રહી છે. આજે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. કંડલા એરપોર્ટ પર સૌથી વધુ તાપમાન નોંધાયું છે. કંડલા એરપોર્ટ પર 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 44 ડિગ્રી અને અમદાવાદમાં 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
મળતી વધુ વિગત મુજબ, અઠવાડિયા પહેલાં કરાયેલી આગાહી મુજબ, આજે રાજ્યના તાપમાનમાં વધારો નોંધાયો છે. સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટમાં 45.3 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 44 ડિગ્રી, અમદાવાદમાં 43.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રી અને રાજકોટમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાયો છે.
તાપમાનમાં વધારો થતાં બપોરના સમયે રસ્તાઓ પર આકાશમાંથી જાણે અગનવર્ષા ન થતી હોય એવી અનુભૂતિ લોકોને થઈ રહી છે. ગરમીને કારણે બફારાનું અને રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાવા લાગી છે. આવનારા દિવસોમાં હજી વધુ ગરમી પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર