Home /News /gujarat /

રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્, સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલીમાં 43 ડિગ્રી

રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્, સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલીમાં 43 ડિગ્રી

રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથવાત્, સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલીમાં 43 ડિગ્રી.

    અમદાવાદઃ રાજ્યમાં ગરમ પવન ફૂંકાવાને કારણે આજે પણ ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલીમાં 43 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે.

    મળતી વધુ વિગત મુજબ, રાજ્યમાં ગરમ પવન ફૂંકાવાને કારણે મહત્તમ તાપમાન 43 ડિગ્રી પર યથાવત્ રહ્યું છે. બપોરે અગનગોળાની વર્ષાથી લોકો ગરમીનો વધુ અનુભવ કરી રહ્યા છે. મોડી સાંજ સુધી પણ ગરમ પવન ફૂંકાવાથી અને બફારો થતાં લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. આજે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલી નોંધાયું છે. અમરેલીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 42.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 42.6 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી, ઈડરમાં 41 ડિગ્રી, સુરતમાં 41.2 ડિગ્રી, ભાવનગરમાં 40.2 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી અને ભુજમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું છે.

    આજે દેશમાં એક બાજુ ગરમીના પ્રમાણમાં વધારો થતા જાય છે તો  અમુક રાજ્યમાં ભૂકંપના આંચકા આવ્યા છે તેમ જ અમુક રાજ્યમાં વાવાઝોડા-પવન, વરસાદ પડવાના બનાવો બન્યા છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબમાં ભૂકંપના આંચકા અનુભવાતાં જ લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. બપોરે આશરે 4.15 કલાકે ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 6 નોંધાય હતી, જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Hit wave, Temperature, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन