Home /News /gujarat /રાજ્યના મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો, સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી

રાજ્યના મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો, સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી

    અમદાવાદઃ રાજ્યમાં સતત પડી રહેલી ગરમીમાં આજે આંશિક ઘટાડો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસોથી મહત્તમ તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેતું હતું, આજે એમાં ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ અને ડીસાનું મહત્તમ તાપમાન 41.9 રહ્યું હતું, જ્યારે ગઈ કાલે અનુક્રમે 42.5 ડિગ્રી અને 43.6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું 42.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગઈ કાલે 43.6 ડિગ્રી નોંધાયું હતું.

    મળતી વધુ વિગત, સતત વધી રહેલી ગરમીમાં બ્રેક લાગી છે. ગઈ કાલના મહત્તમ તાપમાન કરતાં એકથી ડોઢ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આજે વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી નોંધાયું છે. ઈડરમાં 43.2 ડિગ્રી, ભુજમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.8 ડિગ્રી, અમરેલીમાં 42.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 42.5 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, અમદાવાદ અને ડીસામાં 41.9 ડિગ્રી અને વડોદરામાં મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું.

    હવે આવતીકાલે પણ તાપમાનમાં કોઈ વધારો નહિ થાય, પણ 27 અને 28 મેના રોજ ફરી તાપમાનમાં વધારો થવાનું શરૂ થશે. આ બંને દિવસે હીટવેવની આગાહી હવામાન ખાતા દ્વારા અગાઉ જ કરવામાં આવી હતી. વધુ ગરમી અને બફારાને કારણે લોકો હેરાનપરેશાન થઈ ગયા છે. 27-28 મેના રોજ લોકોને ગરમીથી કોઈ રાહત નહિ મળે, પણ ચોમાસા વિશે આ વર્ષે સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે ચોમાસું વહેલું બેસશે અને એકંદરે સારું રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વખતે મુંબઈમાં 5-10 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે. ત્યાર બાદ ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Heatwave, Temperature, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन