Home /News /gujarat /વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય ​​​​​​​સરકારનો મોટો નિર્ણય, પાટીદાર અનામત આંદોલન મામલે વધુ 10 કેસ પરત ખેંચ્યા

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય ​​​​​​​સરકારનો મોટો નિર્ણય, પાટીદાર અનામત આંદોલન મામલે વધુ 10 કેસ પરત ખેંચ્યા

રાજ્ય સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત ખેંચવામાં આવ્યા છે.

Patidar Anamat Andolan News:ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે.

    પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) મામલે પાટીદાર નેતા (Patidar Leader)ઓ અને પાટીદાર યુવકો પર થયેલા કેસ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચલા માટે પાટીદાર નેતાઓએ સરકાર (Gujarat Gov.)ને વાંરવાર રજૂઆત કરી હતી અને હવે આ મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ (Hardik Patel) સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે.



    જણાવી દઇએ કે, રાજ્ય સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે જે પરત ખેંચવામાં આવ્યા છે. હાર્દિક સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલ કેસ અંગે 15 એપ્રિલના રોજ હુક્મ થશે.

    આ પણ વાંચો- China Plane Crash : ચીનનું Boeing 737 વિમાન ક્રેશ, 133 યાત્રીઓ હતા સવાર

    ઉલ્લેખનિય છે કે. થોડા દિવસો પહેલા પાસ નેતાઓેએ અમદાવાદમાં બેઠક કરી હતી અને રાજ્ય સરકાર પર કેસ પરત ખેંચવા અંગે ચર્ચા કરી હતી અને જેના પછી પાટીદાર નેતાઓ સીએમ ભૂપેન્દ્ર ભાઇ પટેલને પણ મળ્યા હતા. આ પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવા માગ કરી હતી.

    આ પણ વાંચો- Illicit relationships: વિદ્યાર્થીના પિતા સાથે અવૈધ સંબંધ બનાવવા ટ્યુશન શિક્ષકાને ભારે પડ્યા, મળી ભયાનક સજા

    ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે. વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાની માંગ દરમિયાન થયેલા આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં 14 પાટીદાર યુવકોના મોત થયા હતા.

    જણાવી દઇએ કે, પાટીદાર અનામત આંદોલનમાં ટોટલ 900 કેસ નોંધાયા હતા. જેમાં 485 કેસ શરૂઆતમાં ટકવા પાત્ર ના હોવાથી નીકળી ગયા હતા. બાદ માં સરકારે 235 કેસની યાદી તૈયાર થઇ હતી. અત્યાર સુધીમાં 48 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. ત્યાં જ હવે 187 કેસ પેન્ડિંગ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Bhupendra Patel, Gujarat News, Hardik Patel Patidar, Patidar anamat andolan samiti, Patidar leader, પાટીદાર અનામત આંદોલન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन