Home /News /gujarat /વીજ કંપનીના કર્મચારીઓ આંનદો: સરકાર સાતમા પગાર પંચનું એરયર્સ ચૂકવશે

વીજ કંપનીના કર્મચારીઓ આંનદો: સરકાર સાતમા પગાર પંચનું એરયર્સ ચૂકવશે

ઉર્જા મંત્રી સૌરભ પટેલ

વીજ કંપનીઓનાં અધિકારી- કર્મચારીઓ માટે સારા સમાચાર છો. સરકારે સાતમા પગાર પંચ અંતર્ગત પગાર તફાવતની રકમની ચૂકવણી કરવાનો નિર્ણય લીધો છે. એરીયર્સની ચૂકવણી રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની પદ્ધતિ મુજબ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં ચૂકવાશે.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યુ કે, વીજ કંપનીઓના ૪૮,૦૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓને આનો લાભ મળશે. આ નિર્ણયથી વીજ કંપનીઓને રૂ.૫૨૧ કરોડનું ભારણ આવશે.

ઊર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું કે, સાતમા પગાર પંચના લાભો આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે ત્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની વીજ કંપનીઓના અધિકારી-કર્મચારીઓને પણ સાતમા પગાર પંચ અંતર્ગત પગાર તફાવતની રકમની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવાનો કર્મચારી હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના કર્મચારીઓને તા.૧ જુલાઇ ૨૦૧૭થી નવા પગાર ધોરણ મુજબ પગાર ચૂકવેલું છે પરંતુ 1 જાન્યુઆરી, 2૦૧૬થી 31 જુલાઇ, ૨૦૧૭ એટલે કે કુલ ૧૯ માસના પગારના એરીયર્સની રકમ ચૂકવવામાં આવશે. જેનો લાભ ૪૮,૦૦૦ થી વધુ અધિકારી-કર્મચારીઓને મળશે.

રાજ્ય સરકાર દ્વારા અધિકારી-કર્મચારીઓને એરીયર્સની ચૂકવણી કરાઈ હતી તે મુજબ જ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. તદ્અનુસાર પ્રથમ હપ્તો જુલાઈ-૨૦૧૮, બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૧૮ અને ત્રીજો હપ્તો નવેમ્બર-૨૦૧૮માં એમ ત્રણ સરખા હપ્તામાં એરીયર્સની રકમ ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની સલગ્ન કંપનીઓ પગાર ભથ્થાની ચૂકવણી તેમના સ્વભંડોળમાંથી કરે છે.
First published:

Tags: Employees, સરકાર