AMC ની સામાન્ય સભામાં હોબાળો, કોર્પોરેટરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, જાણો શું છે મામલો?
AMC ની સામાન્ય સભામાં હોબાળો, કોર્પોરેટરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, જાણો શું છે મામલો?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો થયા બાદ બોર્ડની સભા બંધ કરાવી પડી હતી.
AMC News: કોર્પોરેશનની ગત બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા હાઉસિંગ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરી હતી. જે અંગે એક મહિના બાદ શાસક પક્ષનાં નેતા દ્વારા ખુલાસો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગતો. જેને લઇ વિપક્ષે વિરોધ કર્યો હતો. આ દરમિયાન સભાનો માહોલ ગરમાઇ ગયો હતો. અને સભાગૃહમાં કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા અને છુટ્ટાહાથની મારામારી કરી હતી.
આગામી થોડા સમયમાાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાઇ શકે છે ત્યારે રાજ્ય સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મુદ્દાઓને લઇ ઘમાસાણ થઇ રહ્યું છે. આજે ગુજરાત સહિત અમદાવાદમાં પણ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani)ને લઇ વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સામાન્ય સભા (AMC general meeting)માં હોબાળો થયા બાદ બોર્ડની સભા બંધ કરાવી પડી હતી.
આજે ભ્રષ્ટાચારના મુદ્દે AMCની બેઠકમાં હોબાળો થયો હતો. કોર્પોરેશનની ઝીરો અવર્શ ચાલુ થાય તે પહેલા બબાલ છવાના કારણે સભાગૃહમાં કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા અને છુટ્ટાહાથની મારામારી પણ થઈ હતી. આ દરમિયાન AMC વિપક્ષ નેતા શેહઝાદ ખાને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી તાનાશાહ પર ઉતરી આવી છે. કોંગ્રેસ પાર્ટીએ ખરાબ પાણીનો મુદ્દો ઉઠાવ્યો તે મુદ્દાને દબાવવા માટે શાસક પક્ષે બોર્ડની સભા બંધ કરાવી હતી.
ભારતીય જનતા પાર્ટી તાનાશાહ પર ઉતરી આવી છે. કોંગ્રેસ પાર્ટીએ ખરાબ પાણીનો મુદ્દો ઉઠાવ્યો તે મુદ્દાને દબાવવા માટે શાસક પક્ષે બોર્ડની સભા બંધ કરાવી.: @ShehzadKPathan , AMC વિપક્ષ નેતા pic.twitter.com/RTgYQvOgw3
તમને જણાવી દઇએ કે, કોર્પોરેશનની ગત બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા હાઉસિંગ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરી હતી. જે અંગે એક મહિના બાદ શાસક પક્ષનાં નેતા દ્વારા ખુલાસો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગતો. જેને લઇ વિપક્ષે વિરોધ કર્યો હતો. આ દરમિયાન સભાનો માહોલ ગરમાઇ ગયો હતો. અને સભાગૃહમાં કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા અને છુટ્ટાહાથની મારામારી કરી હતી. જેના પગલે સભાને રોકી દેવામાં આવી હતી. જે બાદ બન્ને પક્ષના કોર્પોરેટર સામ સામે આવી ગયા હતા. આ દરમિયાન મેયરને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો.
આ મામલે વિપક્ષ નેતા શેહઝાદનું કહેવુ છે કે, ભ્રષ્ટાચાર બહાર ના આવે તે માટે ભાજપ દ્વારા બોર્ડ બંધ કરી દેવાય છે અને આજે ભાજપ પર્ટીએ સંપૂર્ણ તાનાશાહી સાથે કોગ્રેસના કોર્પોરેટરો સાથે ધક્કામુકી કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર