આરોપીએ શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચમાં રાજસ્થાનથી દારૂની હેરાફેરી શરૂ કરી
Ahmedabad News: પાલડી પોલીસે બાતમીના આધારે રાજસ્થાન પરિવહન નિગમની જોધપુર ડેપોની એસટી બસ પાલડીમાંથી ઝડપી તેમાં તપાસમાં કરતા અલગ અલગ વિદેશી દારૂની 52 જેટલી બોટલો મળી આવી હતી.
ગુજરાતમાં દારૂબંધી (Darubandhi) છે છતા દારૂની હેરાફેરીના પોલીસ ચોપડે અનેક કિસ્સાઓ નોંધાયા છે. પરતું આરોપીઓ પણ પોલીસ (Paladi Police) કામગીરી પારખી ગયા હોય તેમ દારૂની હેરાફેરી માટે નવા નુસખાઓ અપનાવી રહ્યા છે. પાલડી પોલીસે એસટી બસ (ST Bus)ની આડમાં દારૂની હેરાફેરી કરતા ડ્રાઇવરની ધરપકડ કરી છે. પાલડી પોલીસની ગિરફતમાં આવેલ આ શખ્સનું નામ ભવરસિંગ શેખાવત છે. આરોપી મૂળ કામ તો રાજસ્થાનથી મુસાફરો લઈને મુકામે પહોંચાડવાનો છે. પરતું શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચમાં રાજસ્થાનથી દારૂની હેરાફેરી શરૂ કરી અને છેલ્લા ચારથી પાંચ મહીનાથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાનું શરૂ કર્યું હતું.
પાલડી પોલીસે બાતમીના આધારે રાજસ્થાન પરિવહન નિગમની જોધપુર ડેપોની એસટી બસ પાલડીમાંથી ઝડપી તેમાં તપાસમાં કરતા અલગ અલગ વિદેશી દારૂની 52 જેટલી બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બસ ડ્રાઇવર ભવરસિંગ શેખાવત અત્યાર સુધી 10 થી વધુ ટ્રીપ અમદાવાદમાં કરી ચુક્યો છે. જેમાં દારૂ ભરેલા બેગની ડિલિવરી કરવા એક બેગ દીઠ 2 હજાર રૂપિયા મળતા હતા. જે તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાન જોધપુરના કિરણ મેવાડા નામના શખ્સ આ દારૂની બોટલ સપ્લાય કરતો હતો. અને બસ ડ્રાઇવર જોધપુર થી દારૂ ભરેલો થેલો લઈ અમદાવાદમાં કિરણ મેવાડા પહોંચાડતો હતો. જેથી પોલીસે દારૂ સપ્લાય કરનાર મુખ્ય આરોપી કિરણ મેવાડાની શોધખોળ શરૂ કરી. ત્યારે ફરાર આરોપી કિરણનું જોધપુરમાં દારૂની શોપ હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વાસણા પોલીસે દાહોદથી અમદાવાદ આવતી એસટી બસમાં દારૂ લઈ આવતા ડ્રાઇવર અને કંડકટરની ધરપકડ કરી હતી. તેવી જ મોડ્સ ઓપરેન્ડીથી ફરી એકવાર એસટી બસમાં દારૂ જથ્થો લઈ આવતા બસ ડ્રાઇવર ઝડપાયો છે. તેવામાં જો પોલીસ દ્વારા અવારનવાર એસટી બસનું ચેકિંગ કરવામાં આવે તો આવા અનેક ડ્રાઈવરોના ચહેરાઓ સામે આવી શકે છે. હાલ આરોપીઓ ની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર