Home /News /gujarat /રાજ્ય સરકારનો નિર્ણયઃ ખેડૂતોને આઠને બદલે દસ કલાક વીજળી અપાશે

રાજ્ય સરકારનો નિર્ણયઃ ખેડૂતોને આઠને બદલે દસ કલાક વીજળી અપાશે

રાજ્યભરના ૭૩૦૮ કૃષિ ફીડરોના ૧૫ લાખ જેટલા ખેડૂતોને તાત્કાલિક ધોરણે લાભ મળશે.

    રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકારે ખેડુતોના હિતમાં એક નવો નિર્ણય લીધો છે. હવે ખેડુતોને આઠને બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે. રાજ્યના ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સંવેદનશીલ સરકારે વરસાદ ખેંચાતા જ ખેડૂતોના વિશાળ હિતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.

    ઊર્જામંત્રીએ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા ખેતરના ઊભા પાકને પાણી આપવાની જરૂરીયાત ઊભી થતાં રાજ્ય સરકારે ખેડૂતોના વિશાળ હિતને ધ્યાને લઈને પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યભરના ૭૩૦૮ કૃષિ ફીડરોના ૧૫ લાખ જેટલા ખેડૂતોને તાત્કાલિક ધોરણે લાભ મળશે. મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ૨૮૬૩ ફીડરો, પશ્ચિમ ગુજરાતના ૩૪૭૧ ફીડરો, મધ્ય ગુજરાતના ૬૧૮ અને દક્ષિણ ગુજરાતના ૩૫૬ ફીડરો મળી રાજ્યભરના કુલ ૭૩૦૮ કૃષિલક્ષી ફીડરોના અંદાજે ૧૫ લાખ ખેડૂતોને આ લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે રાજ્ય સરકાર ઉપર પ્રતિ માસ રૂ. ૨૦૦ થી રૂ.૨૫૦ કરોડનું આર્થિક ભારણ આવશે.

    ઊર્જા મંત્રીએ કૃષિ ક્ષેત્રે વીજ વપરાશની વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં પ્રતિદિન ૬.૮ કરોડ યુનીટ વીજળી કૃષિ ક્ષેત્રે આપવામાં આવે છે. રાજ્યમાં આઠ કલાકને બદલે વધારાના બે કલાક એટલે કે દસ કલાક વીજ પુરવઠો આપવાના રાજ્ય સરકારના નિર્ણયથી વધારાના ૧.૨ કરોડ યુનિટ વીજળી વપરાશે. આમ કૃષિ ક્ષેત્રે દૈનિક આઠ કરોડ યુનિટ વીજળી આપવામાં આવશે. જે અત્યાર સુધીમાં રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અપાતો સૌથી વધુ વીજ પુરવઠો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Saurabh patel, Vijay Rupani, ખેડૂતો, સીએમ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन