Home /News /gujarat /

નર્મદા પાણીને લઈ વિવાદ, ગુજરાતમાં પાણી બંધ કરવાની MPએ આપી ચીમકી

નર્મદા પાણીને લઈ વિવાદ, ગુજરાતમાં પાણી બંધ કરવાની MPએ આપી ચીમકી

નર્મદા ડેમ (ફાઈલ ફોટો)

જીતુ વાઘાણીએ કોંગ્રેસ સરકારને આડે હાથ લઈ કહ્યું કે, વિઘ્ન સંતોષી કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે. ગુજરાત મધ્ય પ્રદેશની સરકારને માફ નહીં કરે

    મયુર માંકડીયા, અમદાવાદ: નર્મદાના પાણીને લઈ મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર અને ગુજરાતની બીજેપી સરકાર આમને સામને આવી ગઈ છે. નર્મદાના નીરને લઈ રાજકારણ ગરમાઈ ગયું છે. બંને પક્ષ તરફથી આરોપ-પ્રતિ આરોપનો મારો શરૂ થઈ ગયો છે.

    મધ્ય પ્રદેશ દ્વારા નર્મદાનું પાણી અટકાવવાના નિવેદન પર જીતુ વાઘાણીએ કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિઘ્ન સંતોષી કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે. ગુજરાત મધ્ય પ્રદેશની સરકારને માફ નહીં કરે. જીતુ વાઘાણીએ કહ્યું કે, જરૂરત પડશે તો, અમે મધ્ય પ્રદેશ સરકાર વિરુદ્ધ આંદોલન કરીશુ.

    પ્રાપ્ત માહિતી મુજબ, કેટલાક દિવસથી નર્મદા પાણીને લઈને વિવાદ વકર્યો છે. મધ્યપ્રદેશની કોંગ્રેસી સરકારના નેતાઓ કહી રહ્યાં છે કે, પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ તે નથી મળી રહી. તેઓ ગુજરાતમાં નર્મદાનું પાણી બંધ કરી દેવાની પણ ચિમકી આપી રહ્યાં છે.

    આમ પાણીને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં ભાજપ સરકાર અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર વચ્ચે જામેલા આ રાજકીય જંગમાં લોકો અને ખેડૂતોને પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. મધ્ય પ્રદેશ સરકારે ગુજરાતમા નર્મદાનાં પાણી નું યોગ્ય વ્યવસ્થાપન ન થતુ હોવાના આક્ષેપ સાથે નર્મદા નું પાણી અટકાવવાનું કહ્યુ હતુ
    Published by:kiran mehta
    First published:

    Tags: વિવાદ, સાંસદ

    આગામી સમાચાર