Home /News /gujarat /

Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી બાળક ગુમ થતા હાહાકાર, પોલીસ દોડતી થઇ

Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી બાળક ગુમ થતા હાહાકાર, પોલીસ દોડતી થઇ

સીસીટીવી ફૂટેજ મળતા બાળક મંદિરમાંથી ભાગીને જતું જોવા મળ્યું હતું.

સીસીટીવી ફૂટેજ મળતા બાળક મંદિરમાંથી ભાગીને જતું જોવા મળ્યું હતું અને બાદમાં ફૂટેજ જોતા જોતા રિલીફ રોડ સુધી બાળક એકલું જતું જોવા મળ્યું હતું. જેથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિર (Kalupur Swaminarayan Temple) પાસેની એક સંસ્થામાંથી બાળક ગુમ (Missing Child in Ahmedabad) થઈ જતા હાહાકાર મચી ગયો છે. એકસાથે બાળકોને મંદિરમાં જમવા લઈ જવાયા બાદ એક બાળક ન મળતા મામલો સામે આવ્યો હતો. સીસીટીવીમાં પણ બાળક ભાગતું જોવા મળ્યું હતું. આખરે એવું તો શું થયું કે બાળકને સંસ્થામાંથી ભાગી જવું પડ્યું. જોકે આ બાળક થોડા સમયમાં જ કંટોળિયા વિસ્તારમાંથી મળી આવ્યું હતું. જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

સ્વામિનારાયણ મંદિર પાસેની એક સંસ્થામાંથી બાળક ગુમ થતા પોલીસે પણ અપીલ કરી હતી કે આ બાળક જો કોઈને જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિર એટલે વિવાદોનું ઘર. અગાઉ અનેક પ્રકારના વિવાદો સામે આવ્યા બાદ હવે ફરી એક વિવાદ સામે આવ્યો છે. અહીં નજીકમાં જ મંદિરની આંગન નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થાનું એક સાત વર્ષનું બાળક ગુમ થયું હતું. જેને લઈને પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

સીસીટીવી ફૂટેજ મળતા બાળક મંદિરમાંથી ભાગીને જતું જોવા મળ્યું હતું અને બાદમાં ફૂટેજ જોતા જોતા રિલીફ રોડ સુધી બાળક એકલું જતું જોવા મળ્યું હતું. જેથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. સ્વામિનારાયણ મંદિરના કેશિયર ઈશ્વર પટેલ એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસ તપાસમાં સામે આવ્યું કે સાત વર્ષનું આ જે બાળક છે તેનું નામ સાહિલ છે. તેની માતાનું નામ નુરીબહેન અને પિતાનું નામ નાસિરભાઈ છે. તેના માતા પિતા સરખેજ બસ સ્ટેન્ડ પાસે રહેતા હોવાની જાણકારી મળી છે.

આ પણ વાંચો- પરીક્ષાના બે મહિના પહેલા પડી જતા માથામાં હેમરેજ થયું છતાં વિદ્યાર્થિનીએ ટૉપ કર્યુ

પ્રથમ જાણકારીમાં બાળક ઘરેથી ઝગડો કરીને નીકળ્યું હતું. બાદમાં તે વાસણા પોલીસને મળી આવતા તેને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ 25 મે ના રોજ બાળકને આ સંસ્થામાં મોકલી આપ્યું હતું. ગઈકાલે અહીં રાખવામાં આવેલા બાળકોને કાંકરિયા ફરવા પણ લઈ જવાયા હતા. પણ બાદમાં રાત્રે મંદિરમાં જમવા લઈ જવાયા બાદ બધા બાળકોને જ્યારે પરત લવાયા ત્યારે આ સાત વર્ષનો બાળક મળ્યો નહોતો. જેથી તેની શોધખોળ હાથ ધરાઈ પણ ન મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી.

આ પણ વાંચો- મુસેવાલાની હત્યા કેસના શકમંદ બોલેરો કારમાં દેખાયા

આ મામલે પોલીસે અપહરણની શંકા દાખવી ફૂટેજ જોતા બાળક એકલું જ નીકળે છે અને દોડતા દોડતા મંદિરમાંથી નીકળી ભાગી ગયુ હોય તેમ જણાતા અપહરણની થિયરીને પોલીસે નકારી કાઢી હતી. જોકે ગુમ થનાર બાળક તોફાની હતું અને અન્ય બાળકો સાથે મારામારી પણ કરતો હોવાનું અહીં કામ કરતા સ્મિતા બહેને જણાવ્યું હતું. જોકે આજે ગુમ થયેલું બાળક કંટોળિયા વિસ્તારમાંથી મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad police, Gujarati news, Kalupur Swaminarayan Temple

આગામી સમાચાર