ભાદરણ પોલીસે બાતમી આધારે ફિલ્મીઢબે પીછો કરી પંજાબ પાસિંગની ટ્રકને ઝડપી લીધી હતી જેની તપાસ કરતા અંદરથી 782પેટી વિદેશી શરાબ કે જેની કિંમત 54.99 લાખ મળી આવતા પોલીસે ટ્રક ચાલાક અને ક્લીનરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ભાદરણ પોલીસમાં ફરજ બજાવતા વિનોદ ચૌધરીને બાતમી મળી હતી કે, પંજાબ પાસિંગની ટ્રકમાં વિદેશી શરાબ બોરસદ તરફ લઇ જવાઈ રહ્યો છે. જેના આધારે પીએસઆઇ કે એન ગાંધીને વાત કરતા પોલીસે કિંખલોડ અને પીપળી પાસે બે ટિમો બનાવી વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક પસાર થતા તેને ઉભી રાખવા પ્રયાસ કરતા ટ્રક ઉભી નહિ રહેતા તેનો પીછો કરી ટ્રકને રોકી હતી બાદ ટ્રકમાં તપાસ કરતા વિદેશી શરાબ નો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ભાદરણ પોલીસે ટ્રકને પોલીસ મથક લાવી અંદરથી વિદેશી શરાબની ગણતરી શરૂ કરતા અલગ અલગ બ્રાન્ડની 782 પેટી મળી આવી હતી. જેની અંદાજીત કિંમત 54 લાખ 99હજાર થાય છે. જયારે ટ્રકની કિંમત 6 લાખ મળી 60 લાખ 99 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સાથે ટ્રક ચાલક ચરણજિત સિંહ હીરાસિંહ જાટ તેમજ ક્લીનર કંવરજીતસિંહ કશ્મીરસિંહ જાટની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરતા તેઓ આ શરાબનો જથ્થો પંજાબથી લઇ આવ્યા હતા અને તેની ડિલિવરી બોરસદમાં આપવાની હોવાનો ઘસસ્ફોટ કરતા પોલીસ પણ ચોકી હતી. હાલ પોલીસે બન્નેના રિમાન્ડની તજવીજ શરૂ કરી છે. રિમાન્ડ દરમિયાન બોરસદમાંથી કોનું નામ ખુલે છે તે જોવું રહ્યું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર