Home /News /gujarat /

સરકાર પોતાનો અભિપ્રાય ન આપતા જજોની નિમણૂકમાં વિલંબ થઇ રહ્યો છે

સરકાર પોતાનો અભિપ્રાય ન આપતા જજોની નિમણૂકમાં વિલંબ થઇ રહ્યો છે

ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

છેલ્લા ઘણા સમયથી હાઈકોર્ટમાં (Gujarat high court)જજીસની ખાલી પડેલી જગ્યાઓ મામલે હાઈકોર્ટ બાર અસોસિએશને દોશનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળ્યો છે.

    સંજય જોશી, અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી હાઈકોર્ટમાં (Gujarat high court)જજીસની ખાલી પડેલી જગ્યાઓ મામલે હાઈકોર્ટ બાર અસોસિએશને દોશનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં જજોની ખાલી હોદ્દાઓ માટે હાઇકોર્ટની કોલેજીયમ દ્વારા કરાયેલી ભલામણ રાજ્ય સરકાર દ્વારા આગળ નહીં મોકલવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા આ મુદ્દે ૧૧મી ઓક્ટોબરના રોજ કામથી અળગા રહેવા માટેનો ઠરાવ પાસ કર્યો છે.

    મંગળવારના રોજ GHCAAના જોઇન્ટ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે એક ઠરાવ મારફતે જણાવ્યું હતું કે,‘GHCAAના પ્રેસિડેન્ટ સિનીયર એડવોકેટ યતિન ઓઝાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ઉદ્દેશીને હાઇકોર્ટમાં જજોની નિમણૂંકના મુદ્દે જે પત્ર લખ્યો છે, તેને બાર એસોસિયેશન વતીની જ રજૂઆત ગણવામાં આવે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જો હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી ભલામણો એક સપ્તાહમાં આગળ નહીં મોકલવામાં આવે તો એસોસિયેશનના સભ્યો ૧૧મી ઓક્ટોબરના રોજ કામથી અળગા રહીને પોતાનો વિરોધ દર્શાવશે.’

    તો બાર અસોસિએશનના પૂર્વ ચેરમેન એવા વિજય પટેલે કહ્યુ છે કે હાઈકોર્ટ એડવોકેટ (Advocate) એશો. ના પૂર્વ ચેરમેન વિજય પટેલે વધુમાં ટીપ્પણી કરતા જણાવ્યું કે અસોસિએશન જે કઈ પગલા તે તેની સામે વાંધો ન હોઈ શકે પરંતુ જે લોકોની નિમુણક થવાની છે એ લોકોને નુકસાન ન થાય તેવુ ચોક્કસ ધ્યાન રાખવુ જોઈએ. કારણ કે જે લોકોની નિમુણક થવાની છે તે લોકો કશુ જ બોલી શકતા નથી.એ લોકો કશુ બોલી શકતા નથી કારણકે આ પિરીયડ એ લોકો માટે થોડો વિષમ છે કપરો છે એસોસિએશને એટલી કાળજી તો લેવી જોઇએ કે જેથી એમના કેરિયર ને નુકશાન ના થાય. તેથી આ પ્રકારના પગલાથી જેમની નિમણૂક થવાની છે તેમને કોઈ પણ પ્રકારનુ નુકશાન ન થાય તેની તકેદારી પણ એશોસીયસને રાખવી જરુરી બને છે.

    હાઈકોર્ટ એડવોકેટ અસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ જણાવ્યુ કે રાજ્ય સરકાર છેલ્લા 10 વર્ષથી એક એક પ્રપોઝલ પર નિર્ણય લેવામાં 10-10 મહિના બેસી રહે છે. પોતાનો અભિપ્રાય આપતી નથી અને જ્યા સુધી અભિપ્રાય જાય નહી ત્યા સુધી સુપ્રીમ કોર્ટ કોલેજીયમ માટે શક્ય ન થાય કે નામોની ભલામણ કઈ રીતે કરવી. અમારો એવો આક્ષેપ છે કે રાજ્ય સરકાર જાણી જોઈને આવુ કરે છે તે જોવે છે કે નિમણૂક લેનાર વ્યક્તી બંધારણને વફાદાર રહેશે કે ભારતીય જન્તા પાર્ટીને. અને તે ચકાસવમાં જે સમય જઈ રહ્યો છે. તે તદ્દન ગેરવ્યાજબી અને ગેરકાનુની છે. માટે મે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશને વિનંતી કરી છે કે તમારે જે નિર્ણય લેવો હોય તે લો રાજ્ય સરકારના અભિપ્રાયને બાજુ પર મુકો. તેમ છતો જો રાજ્ય સરકાર 10મીં તારીખ સુધીમાં જો અભિપ્રાય નહી મોકલે તો ગુજરાતની તમામ અદાલતોને અમે બંધનુ એલાન આપીશુ તેના માટે ઠરાવ પણ કરી દેવામાં આવ્યો છે..

    ગુજરાત હાઇકોર્ટમાં જજોની ખાલી હોદ્દાઓ માટે હાઇકોર્ટની કોલેજીયમ દ્વારા કરાયેલી ભલામણ રાજ્ય સરકાર દ્વારા આગળ નહીં મોકલવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા આ મુદ્દે ૧૧મી ઓક્ટોબરના રોજ કામથી અળગા રહેવા માટેનો ઠરાવ પાસ કર્યો છે. મંગળવારના રોજ GHCAAના જોઇન્ટ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે એક ઠરાવ મારફતે જણાવ્યું હતું કે,‘GHCAAના પ્રેસિડેન્ટ સિનીયર એડવોકેટ યતિન ઓઝાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ઉદ્દેશીને હાઇકોર્ટમાં જજોની નિમણૂંકના મુદ્દે જે પત્ર લખ્યો છે, તેને બાર એસોસિયેશન વતીની જ રજૂઆત ગણવામાં આવે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જો હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી ભલામણો એક સપ્તાહમાં આગળ નહીં મોકલવામાં આવે તો એસોસિયેશનના સભ્યો ૧૧મી ઓક્ટોબરના રોજ કામથી અળગા રહીને પોતાનો વિરોધ દર્શાવશે.’

    આ સમગ્ર મામલે યતિન ઓઝાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ઉદ્દેશીને જે પત્ર લખ્યો છે તેને જ એસોસિયેશનની રજૂઆત ગણવાનું ઠરાવમાં જણાવ્યું છે. જે રજૂઆત મુજબ ગુજરાત હાઇકોર્ટમાં જજોની નિમણૂંકની પ્રક્રિયા ઝડપથી કરવાની વિનંતી કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત હાઇકોર્ટની કોલેજીયમ દ્વારા આ વર્ષે મે મહિનામાં ૧૫ એડવોકેટ્સ અને પાંચ જ્યુડિશિયલ ઓફિસર્સની હાઇકોર્ટના જજ તરીકે નિમણૂંક કરવા માટેની ભલામણ કરવામાં આવી હતી. જે અનુસંધાને રાજ્ય સરકારે માત્ર પાંચ જ્યુડિશિયલ અધિકારીઓના પ્રસ્તાવ પર અભિપ્રાય આપ્યો હતો અને બાકીના પ્રસ્તાવો પણ સરકારે પોતાના વિચારો આપ્યા નથી.

    આ પણ વાંચોઃ-કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતામહ ડૉ.એચ.એલ. ત્રિવેદીનું અવસાન, PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી

    આ તથ્યોને ધ્યાનમાં રાખીને એવી વિનંતી પણ કરાઇ છે કે હાઇકોર્ટમાં જજોની નિમણૂંક માટે રાજ્ય સરકારના અભિપ્રાયની વાટ જોવાની જરૂર નથી અને ગુજરાત હાઇકોર્ટની કોલેજીયમે જે પ્રસ્તાવ મોકલાવ્યા છે તેને જ સુપ્રીમની કોલેજીયમે ધ્યાનમાં લેવો જોઇએ. ગુજરાત હાઇકોર્ટની કોલેજિયમની ભલામણમાં રાજ્ય સરકાર ઇરાદાપૂર્વક વિલંબ કરી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એમ પણ જણાવ્યું છે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂંક અંગેની એક સતત પ્રક્રિયા હોય છે. વિવિધ બંધારણીય મહાનુભાવો આ પ્રક્રિયામાં સામેલ હોય છે અને એક ચોક્કસ સમયમર્યાદામાં તે કાર્યવાહી પૂર્ણ કરવાની ફરજ પણ નિભાવવાની હોય છે. જેથી કરીને નિમણૂંકની પ્રક્રિયા એક અંતિમ તબક્કે પહોંચી શકે. જે બાબતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આવે.
    Published by:ankit patel
    First published:

    Tags: એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ

    આગામી સમાચાર