Home /News /gujarat /

શું અમદાવાદમાં મોટા ગુનાનું કાવતરૂ? એક અઠવાડીયામાં બીજો હથિયારોનો જથ્થો ઝડપાયો

શું અમદાવાદમાં મોટા ગુનાનું કાવતરૂ? એક અઠવાડીયામાં બીજો હથિયારોનો જથ્થો ઝડપાયો

ભરતકામની આડમાં હથિયારોનો ધંધો કરતો આરોપી ઝડપાયો

પોલીસ હવે એ શંકા વ્યક્ત કરી રહી છે કે, શહેરમાં હથિયારોનો જથ્થો કેમ લવાઈ રહ્યો છે. શુ કોઈ મોટા ગુનાનું કાવતરૂ રચાઈ રહ્યુ છે કે પછી ફરિ એક વખત શહેરમાં ગેંર વોર શરૂ થવા જઈ રહ્યો છે

એક અઠવાડીયમાં બીજી વખત શહેરમાંથી હથિયારોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. અમદાવાદ એસઓજી દ્વારા ગોમતીપુર વિસ્તારમાથી 4 હથિયાર અને જીવતા કારતૂસ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

આરોપી છેલ્લા ઘણા સમયથી પોતાના વતનથી હથિયાર લાવી અમદાવાદમાં વેચાણ કરતો હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે  પોલીસે હથિયાર વેચનાર અને ખરીદનારની માહિતી મેળવી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ એસઓજીએ આરોપી નબીઅહેમદ નિરમહમદ પઠાણની ધરપકડ કરી છે, જે બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહે છે અને મુળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે. નબીઅહેમદ છેલ્લા 15 વર્ષથી અમદાવાદ રહે છે, અને કાપડ પર ભરતનુ કામ કરે છે. પરંતુ જ્યારે પણ તે પોતાના વતનથી અમદાવાદ આવે અથવા કોઈ પરિચિત આવતુ હોય તો તેમની પાસે ગેરકાયદે હથિયારો મંગાવી તેનુ વેચાણ કરતો હતો, જે અંગે માહિતી મળતા પોલીસે તેની ધરપકડ કરી અને 1 પિસ્ટલ, 3 તમંચા અને 12 જીવતા કારતુસ સાથે આરોપીની ધરપકડ કરી છે.

આરોપીની ધરપકડ કરી તેની પુછપરછ કરતા અગાઉ 3 વખત હથિયાર વેચવાના ગુનામાં ધરપકડ થઈ છે. ઉપરાંત મારામારીના ગુનામા પણ આરોપી સંડોવાયેલ છે. જેથી એસઓજીએ આરોપી ઉત્તપ્રદેશથી હથિયાર કોની પાસેથી લવતો, કયા માર્ગે લાવતો. અમદાવાદમાં કોને વેંચવાનો હતો અને ભૂતકાળમાં કોને કોને વેંચ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં બીજી વખત હથિયારોનો મોટો જથ્થો ઝડપાયો છે. અને બન્ને આરોપીએ કબૂલાત આપી છે કે હથિયાર અમદાવાદમાં વેચવાના હતા. ત્યારે પોલીસ હવે એ શંકા વ્યક્ત કરી રહી છે કે, શહેરમાં હથિયારોનો જથ્થો કેમ લવાઈ રહ્યો છે. શુ કોઈ મોટા ગુનાનું કાવતરૂ રચાઈ રહ્યુ છે કે પછી ફરિ એક વખત શહેરમાં ગેંર વોર શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે પોલીસ તપાસમાં શુ સામે આવે છે તે જોવુ રહ્યુ.
First published:

Tags: Arrested, Pistol, આરોપી`

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन