Home /News /gujarat /

ગેંગ રેપના આરોપી અંકિત પારેખને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ

ગેંગ રેપના આરોપી અંકિત પારેખને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ

    સંજય ટાંક, અમદાવાદઃ એકતરફ રામોલમાં એક યુવતી પર બનેલી ગેંગ રેપની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં આવી ગઈ છે. આ ઘટનામાં ગુજરાત યુનિવર્સિટીના હંગામી કર્મચારીની સંડોવણી ધ્યાને આવતા યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી આરોપીના યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. બીજીતરફ એબીવીપીના કાર્યકરો પણ આવા તત્વો સામે કડક પગલા લેવા યુનિવર્સિટી પર દબાણ વધાર્યું છે.

    રામોલ ગેંગ રેપની ઘટનાનો આરોપી અંકિત પારેખ ગુજરાત યુનિવર્સીટના સ્કુલ ઓફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો હતો. જો કે અમદાવાદના રામોલમાં ગેંગ રેપની ઘટનામાં બાદ ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર સફાળુ જાગ્યું છે. યુનિવર્સિટીએ કર્મચારી અંકિત પારેખની સંડોવણી આ ઘટનામાં આવતા યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી અંકિત પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જો કે યુનિવર્સીટીના કુલપતિ પ્રોફેસર હિમાંશુ પંડ્યાએ સ્પષ્ટતા કરી હતી કે અંકિત પારેખ યુનિવર્સીટીનો હંગામી કર્મચારી હતો. તો વળી ન્યુઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં પણ પહોંચી જ્યાંથી સમગ્ર ઘટનાની શરુઆત થઈ હતી. ગુજરાત યુનિવર્સીટીમાં પ્રથમવર્ષમાં એટીકેટી આવતા તેને સોલ્વ કરવા માટે પીડિતા યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં પહોંચી હતી. જ્યાં અંકિત પારેખ સાથે તેની મુલાકાત થઈ હતી. અને અંકિતે તેને પરીક્ષાનું ફોર્મ ભરી આપ્યું હતું અને યુવતીને પરીક્ષામાં પાસ કરાવી આપવાની લાલચ આપી હતી. ત્યાર બાદ મિત્રો સાથે ગેંગ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. રામોલમાં સવા મહિના અગાઉ બનેલી આ ઘટનામાં આખરે પીડિતાનું મોત થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. રામોલ પોલીસે ગેંગરેપની આ ઘટનામાં અંકિત પારેખ સહિત અન્ય એક યુવકની ધરપકડ કરી હતી.

    અંકિત ક્યાંકને ક્યાંક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલો હોવાની વિગતો પણ સામે આવી હતી. જેને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના નેતાઓએ પણ સ્પષ્ટતા કરીને અંકિત સાથે એબીવીપીને કોઈ લેવાદેવા નહિ હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે યુનિવર્સિટીમાં ફરતા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ગુજરાત યુનિવર્સિટીમાં રજુઆત કરી હતી.

    અહીં ક્લિક કરી વાંચોઃ ગુજરાતની 'જલીકટ્ટુ' પરંપરા : વાલમ ગામમાં થતા 'હાથિયા ઠાઠુ'એ લીધો એકનો જીવ!

    રેપની ઘટનામાં સંડોવણી સામે આવતા ગુજરાત યુનિવર્સીટીએ હાલ તો પોતાના કર્મચારીના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ કોઈને કોઈ પ્રકારે આવા વિદ્યાર્થીનેતાઓની છેતરામણીનો ભોગ બનતા હોય છે. તે પછી પરીક્ષાને લઈને હોય કે પાસ થવાને લઈને હોય કે પછી કોલેજમાં પ્રવેશને લઈને હોય ત્યારે આવા તત્વો સામે યુનિવર્સીટી ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gang rape, આરોપી`, ગુજરાત યુનિવર્સિટી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन