Home /News /gujarat /

પોસ્ટર બોય આતંકી બુરહાનનું એન્કાઉન્ટર, ઘાટીમાં તંગદિલી, અમારનાથ યાત્રા રોકાઇ

પોસ્ટર બોય આતંકી બુરહાનનું એન્કાઉન્ટર, ઘાટીમાં તંગદિલી, અમારનાથ યાત્રા રોકાઇ

જમ્મુ કાશ્મીરમાં હિજબુલ મુજાહુદ્દીનના પોસ્ટર બોય આતંકી બુરહાન વાનીના એન્કાઉન્ટરને પગલે ઘાટીમાં ઘણા સ્થળે તણાવ જેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલાક સ્થળોએ કરફ્યૂ લગાવી દેવાયા છે. અમરનાથ યાત્રા પણ રોકી દેવાઇ છે.

  • Pradesh18
  • Last Updated :
શ્રીનગર #જમ્મુ કાશ્મીરમાં હિજબુલ મુજાહુદ્દીનના પોસ્ટર બોય આતંકી બુરહાન વાનીના એન્કાઉન્ટરને પગલે ઘાટીમાં ઘણા સ્થળે તણાવ જેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલાક સ્થળોએ કરફ્યૂ લગાવી દેવાયા છે. અમરનાથ યાત્રા પણ રોકી દેવાઇ છે.

સુરક્ષા જવાનોએ હિજબુલ મુજાહુદ્દીનના કમાન્ડર બુરહાવ વાનીને અનંતનાગ વિસ્તારમાં ઠાર કર્યો છે. બુરહાવ કાશ્મીરમાં હિજબુલ મુજાહુદ્દીનનો પોસ્ટર બોય હતો. સરકારે આ આતંકવાદી પર 10 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. 2011માં તે હિજબુલમાં જોડાયો હતો.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકેરનાગમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બુરહાન સહિત ત્રણ આતંકીઓ ઠાર કરાયા હતા. બુરહાનને હિજબુલનો ટોપ કમાન્ડર માનવામાં આવતો હતો. જેણે સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકવાદને દક્ષિણી કાશ્મીરમાં ફરીથી જીવતો કર્યો હતો. તે અવારનાવર વીડિયો પોસ્ટ કરતો અને આતંકવાદનો પ્રચાર કરતો હતો. જેમાં તે ક્યારે ક્રિકેટ રમતો તો ક્યારેક હથિયારોની ટ્રેનિંગ આપતો નજર પડતો હતો.

બુરહાનના માર્યા ગયા બાદ ટોળાના વિરોધ પ્રદર્શનને પગલે સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
First published:

Tags: આતંકવાદી, જમ્મુ કાશ્મીર, બુરહાન વાની, હિજબુલ મુજાહિદ્દીન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन