Home /News /gujarat /

મુલાયમસિંહની પીસીમાં અખિલેશની ગેરહાજરી, સમર્થકોનો હંગામો

મુલાયમસિંહની પીસીમાં અખિલેશની ગેરહાજરી, સમર્થકોનો હંગામો

સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે મંગળવારે સપા સુપ્રીમો મુલાયમસિંહની પ્રેસ કોન્ફરન્સે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. મુલાયમની પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશની ગેરહાજરી સૂચક બની હતી.

સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે મંગળવારે સપા સુપ્રીમો મુલાયમસિંહની પ્રેસ કોન્ફરન્સે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. મુલાયમની પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશની ગેરહાજરી સૂચક બની હતી.

  • Pradesh18
  • Last Updated :
લખનૌ #સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે મંગળવારે સપા સુપ્રીમો મુલાયમસિંહની પ્રેસ કોન્ફરન્સે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. મુલાયમની પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશની ગેરહાજરી સૂચક બની હતી.

વાંચો: મુલાયમસિંહે શું કહ્યું કે, સમર્થકોએ હંગામો કર્યો

મુલાયમસિંહને જ્યારે અખિલેશ અંગે પુછાયું તો એમણે કહ્યું કે, શું અખિલેશ વગર પ્રેસ કોન્ફરન્સ નહીં થાય. આ પ્રેસ કોન્ફરન્સમાં શિવપાલ યાદવે મુલાયમસિંહની સાથે બેઠા હતા. જે ઘણું બધુ કહી જાય છે.

2017માં પાર્ટીના નેતા કોણ હશે? સવાલનો જવાબ આપતાં મુલાયમે કહ્યું કે આ ફેંસલો બહુમત બાદ કરાશે. ધારાસભ્યો જ એ નક્કી કરશે.

મુલાયમસિંહના આ નિવેદન બાદ પાર્ટી કાર્યાલય બહાર અખિલેશ સમર્થકોએ હંગામો શરૂ કરી દીધો. અખિલેશ સમર્થકોએ કાર્યાલય બહાર જોરદાર સુત્રોચ્ચાર કર્યો હતો.

અખિલેશ સમર્થકોએ મુલાયમસિંહની ગાડીને પણ બહાર નીકળવા દીધી ન હતી. ખબર છે કે અખિલેશ મંત્રી મંડળના બરતરફ કરાયેલા તમામ મંત્રીઓને પરત લેવાશે. હંગામાને પગલે પોલીસનો મોટો કાફલો પાર્ટી કાર્યાલય ખાતે ઉતારી દેવાયો હતો.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, મુલાયમસિંહ યાદવ, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन