Home /News /gujarat /

અમદાવાદ: મોબાઇલમાં ગેમ રમવા પિતાનું ખાતુ કર્યુ ખાલી, પિતાએ નોંધાવી પુત્ર સામે ફરિયાદ

અમદાવાદ: મોબાઇલમાં ગેમ રમવા પિતાનું ખાતુ કર્યુ ખાલી, પિતાએ નોંધાવી પુત્ર સામે ફરિયાદ

ગેમની તસવીર

Ahmedabad alert: પિતાના મોબાઈલમાંથી Paytmમારફતે મિત્રને રૂપિયા ટ્રાન્સફર કરીને મેસેજ ડિલીટ કરી નાખ્યા અને બીજા રોકડા રૂપિયા પણ આપી દીધા

અમદાવાદ : કિશોરના હાથમાં મોબાઈલ ફોન આપતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં એક કિશોર તેના પિતાના મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ (free fire game) રમવા માટે Paytm મારફતે કેટલાક રૂપિયા ટ્રાન્સફર (Money transfer in Game) કરી દીધા. આ સાથે તિજોરીમાં પડેલા બીજા રૂપિયાની ચોરી કરી તેના મિત્રને આપ્યા અને કેટલાક રૂપિયા તેણે ફ્રી ફાયર ગેમ રમવા માટે ઉપયોગ કર્યા.

ઓઢવ વિસ્તારમાં રહેતા એક વેપારીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, તેમના કામ અર્થે તેઓ મોબાઈલમાંથી પેટીએમ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરવા જતાં બેલેન્સ ના હોવાનુ જાણવા મળ્યું હતું.

ફરિયાદીનો મોબાઈલ તેમના બંને દીકરાઓ ગેમ રમવા માટે ઉપયોગ કરતા હોવાથી તેમને શંકા જતા બંને દીકરાઓની પૂછપરછ કરી હતી. ત્યારે તેમને જણાવ્યું હતું કે, તેમના ચાર મિત્રો સાથે મળીને બધા મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા. અને તેના માટે કિશોરે તેના પિતાના મોબાઈલમાંથી મિત્રોને પે ટી એમ મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આ બાબતની જાણ તેના પિતાને ના થાય તે માટે તેણે મોબાઈલમાંથી મેસેજ પણ ડિલીટ કરી દીધા હતા.

આ પણ વાંચો - અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: બે ભાઈઓ વચ્ચે એક પ્રેમિકા, એકબીજાની ગેરહાજરીમાં વારાફરતી બાંધતા હતા શારીરિક સંબંધ

ફરિયાદીએ તેમના રૂપિયા 12 લાખ રોકડા તિજોરીમાં મૂક્યા હતા. જે રકમની ચુકવણી તે ફર્નિચર અને ઘરના રીનોવેશન કામમાં ઉપયોગ કરતા હતા. પરંતુ તેમાં પણ ગણતરી કરતા રૂપિયા 2 લાખ ઓછા હોવાનુ જાણવા મળ્યું હતું.



આ પણ વાંચો - Ahmedabad Crime: 41 વર્ષ બાદ બળાત્કારનો કેસ ચાલ્યો, મહિલાએ કહ્યું- 'કેસ બંધ કરો, હુ ઘણી આગળ વધી ગઇ છું'

જે બાબતે ફરિયાદીએ બંને દીકરાઓની કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જ્યારે ફરિયાદી અને તેમની પત્ની ઘરે હાજર ના હતા ત્યારે તેમના દીકરાએ ચાવીથી તિજોરીનું લોક ખોલી તેમાંથી રૂપિયા લઇને કેટલાક રૂપિયા મિત્રોને આપ્યા હતા. અને કેટલાક પોતે ફ્રી ફાયર ગેમ રમવા માટે વાપરી નાખ્યા હતા. જે અંગેની જાણ ફરિયાદીને થતાં તેમણે તેમના દીકરા અને મિત્ર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ગુનો

આગામી સમાચાર