Home /News /gujarat /TATની પરીક્ષામાં નહી મળે EBCનો લાભ, 27મી જાન્યુઆરીએ જ લેવાશે પરીક્ષા

TATની પરીક્ષામાં નહી મળે EBCનો લાભ, 27મી જાન્યુઆરીએ જ લેવાશે પરીક્ષા

પ્રતિકાત્મક તસવીર

ગત વખતે TATનું પેપર લીક થયું હતું અને ત્યાર બાદ LRDની પરીક્ષા પણ પેપર લીકને કારણે રદ્દ થઈ હતી

  TAT(s)ની પરીક્ષા 27મી જાન્યુઆરીએ જ લેવામાં આવશે કે નહી તે હવે નક્કી થઈ ગયું છે. 27મી જાન્યુઆરીએ જ રાબેતા મુજબ લેવાશે TAT(s)ની પરીક્ષા.

  પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ પેપર લીક થઈ જવાને કારણે TATની પરીક્ષા રદ્દ થઈ હતી. ત્યારબાદ સવર્ણ 10 ટકા અનામતના પગલે પરીક્ષાની તારીખો ફરી બદલાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે નક્કી થઈ ગયું છે કે,   27 જાન્યુઆરીના રોજ જ રાબેતા મુજબ TATની પરીક્ષા યોજાશે.

  રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પરીક્ષાનું આયોજન બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં કરવામાં આવશે. આ પરીક્ષા અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, ભાવનગર, સુરત, વડોદરા, રાજકોટ અને જૂનાગઢમાં યોજાશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે બોર્ડ દ્વારા સતર્કતા અપનાવવામાં આવી રહી છે.

  ઉલ્લેખનીય છે કે, સવર્ણો માટે 10 ટકા આર્થિક અનામતનો કાયદો લોકસભા, રાજ્યસભામાં પાસ થઈ ગયો છે, એટલું નહી રાષ્ટ્રપતિએ પણ કાયદા માટે મંજૂરી આપી દીધી છે. આ બાજુ ગુજરાત રાજ્ય પણ સવર્ણોને 10 ટકા અનામત આપનારૂ પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારે દરેક પરીક્ષાર્થીને એક પ્રશ્ન મુંઝવતો હતો કે, TATની પરીક્ષામાં EBC લાગુ પડશે કે નહી. જોકે, આજે આ પ્રશ્નનો જવાબ દરેક પરીક્ષાર્થીને મળી ગયો છે. મતલબ કે TATની પરીક્ષામાં EBC લાગુ નહી પડે.

  તમને જણાવી દઈએ કે, ગત વખતે TATનું પેપર લીક થયું હતું અને ત્યાર બાદ LRDની પરીક્ષા પણ પેપર લીકને કારણે રદ્દ થઈ હતી. જેના પગલે રાજ્યના લાખો યુવાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ડૅપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, EBCના નિયમો સ્પષ્ટ થાય ત્યાર બાદ જ પરીક્ષાઓ લેવાશે જેથી EBCનો લાભ મળે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Held, Will be

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन