Home /News /gujarat /31st December: પોલીસની ખુલ્લી ચેતવણી, દારુ પીધો તો ગયા સમજો

31st December: પોલીસની ખુલ્લી ચેતવણી, દારુ પીધો તો ગયા સમજો

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં દારુબંધી છે, કહી કહીને થાક્યા. નશા પર પાબંધી છે, ચારે તરફ નાકાબંધી છે, પણ દારુ કોઇ પણ રીતે ગુજરાતમાં ઘૂસીજ જાય છે.

  ક્રિસમસના તહેવારની ઉજવણી શરૂ થઇ ચૂકી છે. એકત્રીસમી ડિસેમ્બર નજીક છે. નવા વર્ષને વધાવવા આખી દુનિયા તૈયાર છે. પરંતુ ગુજરાત પોલીસ ચેતવી રહી છે એ તમામ લોકોને કે જેઓ દારુના નશામાં લુપ્ત થવા માંગે છે. દારુની હેરાફેરી થાય તે પહેલાજ પોલીસે દાવો કર્યો છે કે તેમણે ગુજરાતના તમામ ચેકપોસ્ટ પર બાજ નજર રાખી છે. સીલ થઇ ચૂકી છે ગુજરાતની બોર્ડર. એટલે પોલીસની ખુલ્લી ચેતવણી છે કે દારુ પીધો તો ગયા સમજો. થશે કડક કાર્યવાહી, પાર્ટી પ્લોટ હોય કે ફાર્મ હાઉસ કે પછી ક્લબ તમામ જગ્યાઓ પર પોલીસ રાખી રહી છે બાજ નજર જેથી એક પણ ચમરબંધી છટકી ના જાય.

  ગુજરાતમાં દારુબંધી છે, કહી કહીને થાક્યા. નશા પર પાબંધી છે, ચારે તરફ નાકાબંધી છે, પણ દારુ કોઇ પણ રીતે ગુજરાતમાં ઘૂસીજ જાય છે. એટલે ક્રિસમસના તહેવારમાં , ક્રિસમસ પાર્ટી રેવ પાર્ટીમાં તબદીલ ના થાય તે માટે ઠેર ઠેર પોલીસ ડ્રાઇવ કરી રહી છે. પરંતુ એ હકીકત છે કે ગુજરાતમાં દારુ ખુલ્લેઆમ મળે છે. છુટથી મળે છે, બસ તેના માટે ચૂકવવા પડે છે ઉંચા દામ. સવાલ એ છે કે પોલીસ ધોંસ હોવા છતાં કેમ છાકટા થઇને ફરી રહ્યાં છે બુટલેગર્સ.

  24 નવેમ્બરે ઓઈલ ટેન્કરમાંથી ઝડપાઈ 709 વિદેશી દારૂની પેટી
  અરવલ્લીમાં દારૂ ઘુસાડવા બુટલેગરોએ અનોખો પ્રયાસ હાથ ધર્યો. ઓઇલ ટેન્કરમાંથી ૭૦૯ પેટી વિદેશી દારૂ ઝડપાયો. મોડાસાના ઝાલોદર પાસે ૨૫.૫૪ લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો. ગાંધીનગર આર આર સેલે બે આરોપીઓને ઝડપી કુલ ૩૫.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  ૬ ડિસેમ્બરે ભાજપના આગેવાનની દારૂની પાર્ટી
  ભરીચમાં ભાજપના આગેવાને દારૂની પાર્ટી આપી હતી. ભરીચ તાલુકાના ભાજપના પ્રમુખ દિવ્યજીત સિંહ રાની બર્થડે પાર્ટીનો વીડિયો પણ વાયરલ થયો હતો. બર્થ ડે પાર્ટીમાં ભાજપના કેટલાક કાર્યકરો દારૂની મહેફીલ માણતા જોવા મળ્યા હાત. જાહેર સ્થળ પર વિદેશી દારૂની મહેફીલ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

  8 ડિસેમ્બરે વિદ્યાર્થીઓની શાળામાં જ દારૂની મહેફીલ
  સેલવાસની સરકારી શાળામાં પોલીસે રેડ પાડી શાા વિદ્યાર્થીઓને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા હતા. સરકારી શાળાના વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં જ દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતા.

  ૯ ડિસેમ્બરે 23 નબીરા દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતા
  નવસારીમાંથી દારૂની મહેફીલ માણતા 21 નબીરાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મહેફીલમાં 4 મહિલાઓ પણ સામેલ હતી. સાથે ભાજપના અગ્રણીનો પુત્ર પણ આ મહેફીલમાં સામેલ હતો. લગ્ન પ્રસંગે વરરાજાએ દારીની પાર્ટી આપી હતી.

  18 ડિસેમ્બરે વડોદરાના વડસરમાં ગોચર જમીનમાંથી દારી ઝડપાયો
  વડોદરાના વડસર ગામની સીમમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી ભારતીય અને વિદેશ બનાવટનો દારી ઝડપ્યો હતો. ગોચર જમીનમાં સંતાડ્યો હતો દારૂ, પોલીસે ટેમ્પો સહિત 24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  19 ડિસેમ્બરે કારમાંથી ઝડપ્યો દારૂ
  પંચમહાલ જીલ્લામાં પોલીસે એક કારની તપાસ હાથ ધરતા તેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં દારૂની ખેપ મારવામાં આવી રહી હતી. જે પોલીસે નિષ્ફળ બનાવી હતી.

  21 ડિસેમ્બરે બનાસકાંઠામાં દારૂ ભરેલી કાર ઝડપાઈ
  બનાસકાંઠાના ધાનેરા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી હતી. કાર અને દારૂ સહિત 5 લાખ કરતા વધારેનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. રાજોડા આલવાડાના ત્રણ રસ્તા પાસેથી પોલીસે ફિલ્મી ઢબે દારી ભરેલી કાર ઝડપી હતી, જોકે, કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

  22 ડિસેમ્બરે સુરતમાં 6 મહિલા અને 8 પુરૂષ દારૂની મહેફીલ માણતા ઝડપાયા
  સુરત દારૂની પાર્ટી માટે પંકાઈ ગયું છે. અહીં દારૂની મહેફીલમાં પોલીસે રેડ પાડી 6 મહિલા અને 8 પુરૂષોની ધરપકડ કરી હતી. અઠવાલાઈન્સ સિલ્વર પોલીસે રેડ કરી આ લોકોને ઝડપી પાડ્યા હતા. આ ઘટના સુરતના સગરામપુરાના સિલ્વર એપાઈટમેન્ટની છે. દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

  23 ડિસેમ્બરે ફિશીંગ બોટમાંથી ઝડપાઈ 10597 વિદેશી દારૂની બોટલ
  પોલીસ અને એલસીબીની ટીમે દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું. ફિશીંગ બોટમાંથી 10597 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો હતો. સાથે 2764 બિયરની બોટલો પણ મળી આવી હતી. પોલીસે કુલ 19.34 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

  23 ડિસેમ્બરે જ અમદાવાદમાં ટ્રાવેલ્સ બસમાંથી ઝડપાઈ હતી 137 બોટલ
  અમદાવાદની પાર્શ્વનાથ ટ્રાવેલ્સનું ચેકિંગ હાથ ધરતા ચોકલેટના પાર્સલના નામે દારૂ ઘુસાડવાનું ષડયંત્ર હાથ લાગ્યું હતું. પોલીસે 1.12 લાખની કિંમતની 137 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી.

  24 ડિસેમ્બરે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપાઈ
  વાપીમાં ગોલ્ડ કોઈન સર્કલ નજીક એક એમ્બ્યુલન્સનું ચેકિંગ હાથ ધરતા પોલીસને 40 હજારનો દારૂ મળી આવ્યો પોલીસે દારૂના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો દમણથી નવસારી લઈ જવામાં આવી રહ્યો હતો.

  24 ડિસેમ્બરે જ અમદાવાદમાં દારૂ અને હુક્કાબારની મહેફીલ ઝડપાઈ
  અમદાવાદની લાવણ્ય સોસાયટીમાં દારૂ અને હુક્કાબારની મહેફીલ ઝડપાઈ હતી. યુવકે અગાસી પર બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે દારૂ અને હુક્કાની ફ્લેવર જપ્ત કરી હતી. આ રેડમાં યુવક સહિત 15 લોકોની ધરપકડ કરી હતી. ખુદ પિતાએ જ પુત્ર માટે પાર્ટીની વ્યવસ્થા કરી હતી. કેસ નબળો કરવા માટે પોલીસ પર રાજકીય દબાણ પણ લાવવામાં આવ્યું હતું.

  25 નવેમ્બર મસાલા, મગફળી અને ફેવિકોલના ડબ્બામાં દારૂ ઘુસાડવાનો કીમીયો બન્યો નિષ્ફળ
  શામળાજીમાં વિદેશી દારૂ ભરેલી બે ટ્રકો જપ્ત કરવામાં આવી છે. પોલીસે બે ટ્રકમાંથી 52 લાખનો વિદેશી દારી જપ્ત કર્યો છે. મસાલા, મગફળી અને ફેવિકોલના ડબ્બાઓની આડમાં દારૂ ઘુસાડવાના ફિરાકમાં હતા બુટલેગરો. ત્રણ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, માત્ર બે દિવસમાં અરવલ્લીમાંથી અડધા કરોડનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Because, Liquor party, Take care, આઇડિયા, પોલીસ`

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन