ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં સ્વાઇન ફ્લૂનાં રોજનાં 100 કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં 100 લોકોથી વધુનો ભોગ લીધો છે. આ સંદર્ભે રાજ્ય આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરીને લોકોને એવી સલાહ આપી છે કે, ભીડ હોય ત્યાં જવાનુ ટાળો. જ્યારે બીજી બાજુ ચૂંટણીનાં ભાગરૂપે રાજ્યમાં લોકાર્પણ અને રેલીની મોસમ પણ જામી છે. જેના કારણે લોકો ભેગા થાય છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં આરોગ્ય વિભાગે બેનરો,પોસ્ટરો,હોર્ડિંગ લગાવી લાખો રુપિયા ખર્ચી લોકોને એવો સંદેશો પહોચાડયો છે કે, ભીડમાં જશો નહીં. જ્યારે ગાંધીનગરમાં રાજ્ય આરોગ્ય વિભાગે નર્સિંગની બહેનોને એકઠી કરીને પ્રમાણપત્રો આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ખુદ રાજ્ય આરોગ્ય વિભાગના જ મોટા અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. હવે વિચારવાનું એ રહ્યું કે સરકાર શું કરવા માંગે છે. તેમની કથની અને કરનીમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.એકબાજુ સલાહ આપે છે કે ભીડમાં ન જાવ અને બીજી બાજુ ભીડ ભેગી કરે છે.
પીએમ મોદી પણ 4 અને 5 તારીખે ગુજરાત પ્રવાસમાં આવી રહ્યાં છે. અને અનેક પ્રોજેક્ટનાં શિલાન્યાસ અને લોકોને સંબધવાનાં છે. જેમાં પણ મોટા પ્રમાણમાં લોકો ભેગા થશે. તો આમાં કઇ રીતે સરકાર પોતે જ અપાયેલી સ્વાઇન ફ્લૂની માર્ગદર્શિકને અનુસરશે?
સ્વાઇન ફ્લૂના કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે. ખુદ હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. તેમ છતાંય રાજ્ય સરકાર ગંભીર નથી તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યુ કે,છેલ્લા આઠ વર્ષમાં સ્વાઇન ફ્લૂના 21942 કેસો નોંધાયા છે જયારે 1480 લોકોએ જાન ગુમાવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર