Home /News /gujarat /સસ્પેન્ડ IAS પ્રદીપ શર્માની જેલ બહાર આવતા જ ફરી અટકાયત

સસ્પેન્ડ IAS પ્રદીપ શર્માની જેલ બહાર આવતા જ ફરી અટકાયત

વિદેશમાં હવાલા દ્વારા નાણાં મોકલવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી...

વિદેશમાં હવાલા દ્વારા નાણાં મોકલવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી...

  સસ્પેન્ડ આઈએએસ અદિકારી પ્રદીપ શર્માની સાબરમતી જેલથી બહાર આવતા ફરી અટકાયત કરતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.

  મળતી માહિતી મુજબ, ગઈ કાલે હાઈકોર્ટે સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા, તે અંતર્ગત આજે પ્રદીપ શર્મા સાબરમતી જેલમાંથી બહાર આવતા જ તેમની પરી અટકાયત કરવામાં આવી છે. વિદેશમાં હવાલા દ્વારા નાણાં મોકલવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી.

  ઉલ્લેખનીય છે કે, પ્રદીપ શ્મા વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ મની લોન્ડ્રીગને લઈ ત્રણ ફરિયાદ નોંધી છે. ઈડીનું માનવું છે કે, પ્રદિપ શર્મા પાસે સ્વીસ બેન્કમાં એકાઉન્ટ છે. ઈડીનું કહેવું છે કે, પ્રદિપ શર્મા અને વિદેશી બેન્ક વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગના પુરાવા પણ મળ્યા છે. આ વાતચીતમાં પ્રદિપ શર્મા પોતાના બેન્ક એકાઉન્ટની વાત ચીત કરતા હોવાનો ઈડીએ દાવો કર્યો છે.

  શું છે મામલો
  2004માં કચ્છ જીલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા સમયે પ્રદીપ શર્માએ વેલસ્પન ગ્રૂપને 25 ટકાના માર્કેટ રેટમાં જમીન પાળવી દીધી હોવાનો તેમના પર આરોપ છે, જેના કારણે સરકારી તીજોરીને લગભગ 1.2 કરોડનું નુકશાન થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

  બીજુ પ્રદિપ શર્મા પર ભૂકંપ બાદ માર્કેટ યાર્ડમાં બનાવવામાં આવેલ દુકાનો ફાળવવામાં પણ ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે.

  ત્રીજુ સ્નુપગેટ કૌભાંડમાં પણ પ્રદીપ શર્માની સંડોવણી હોવાનો આરોપ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Again, Detained, Suspended

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन