Home /News /gujarat /

સરહદી ગામોમાં હથિયારી લોકોને જ રહેવાની છૂટ, એલઓસી પર ફાયરિંગ

સરહદી ગામોમાં હથિયારી લોકોને જ રહેવાની છૂટ, એલઓસી પર ફાયરિંગ

ભારતીય સેના દ્વારા બુધવારે રાતે કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને પગલે સરહદે તણાવની સ્થિતિ યથાવત છે. પાકિસ્તાન તરફથી ભારતીય ચોકીઓને નિશાન બનાવાઇ રહી છે અને પાક તરફથી વળતા હુમલાની દહેશતને પગલે સરહદી વિસ્તારોમાં હાઇ એલર્ટની સ્થિતિ છે. સરહદી વિસ્તારના ગામોને ખાલી કરાવી દેવાયા છે અને જેમની પાસે લાયસન્સના હથિયાર હોય એવા લોકોને જ રહેવાની છૂટ આપવામાં આવી છે.

ભારતીય સેના દ્વારા બુધવારે રાતે કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને પગલે સરહદે તણાવની સ્થિતિ યથાવત છે. પાકિસ્તાન તરફથી ભારતીય ચોકીઓને નિશાન બનાવાઇ રહી છે અને પાક તરફથી વળતા હુમલાની દહેશતને પગલે સરહદી વિસ્તારોમાં હાઇ એલર્ટની સ્થિતિ છે. સરહદી વિસ્તારના ગામોને ખાલી કરાવી દેવાયા છે અને જેમની પાસે લાયસન્સના હથિયાર હોય એવા લોકોને જ રહેવાની છૂટ આપવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતીય સેના દ્વારા બુધવારે રાતે કરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને પગલે સરહદે તણાવની સ્થિતિ યથાવત છે. પાકિસ્તાન તરફથી ભારતીય ચોકીઓને નિશાન બનાવાઇ રહી છે અને પાક તરફથી વળતા હુમલાની દહેશતને પગલે સરહદી વિસ્તારોમાં હાઇ એલર્ટની સ્થિતિ છે. સરહદી વિસ્તારના ગામોને ખાલી કરાવી દેવાયા છે અને જેમની પાસે લાયસન્સના હથિયાર હોય એવા લોકોને જ રહેવાની છૂટ આપવામાં આવી છે.

સીમાએ સ્થિતિ તણાવગ્રસ્ત

પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારતીય સેનાએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ સરહદે તણાવની સ્થિતિ છે. સરહદે પાક તરફથી ફાયરિંગ વધી ગયું છે. પાકિસ તરફથી ભારતીય ચોકીઓને નિશાન બનાવાઇ રહી છે. પાકિસ્તાન તરફથી ગઇ કાલથી સીઝફાયરનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સબ્જિયાં, અખનૂર, મેંઢર અને નૌશેરામાં ફાયરિંગ વધ્યું છે. મેંઢરમાં પાકિસ્તાન તરફથી ત્રણ ભારતીય ચોકીઓને નિશાન બનાવાઇ રહી છે. જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. મનકોટ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન ઘાયલ થયો છે.

સરહદે હાઇ એલર્ટની સ્થિતિ

એવું માનવામાં આવી રહ્યું છે સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન જવાબી હુમલો કરી શકે છે. જેને પગલે અગમચેતીના ભાગરૂપે સરહદે હાઇએલર્ટ જાહેર કરાયું છે. પાક તરફથી સંભવિત જવાબી હુમલાને પડકારવા માટે પુરી તૈયારી કરી દેવાઇ છે. સેનાની પશ્વિમી ટુકડીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. સીમાવર્તી ગામોમાં રહેતા લોકોનો ડરનો માહોલ છવાય્ છે. પાકિસ્તાનની સરહદ સાથેના પંજાબના ગામોને સરકાર દ્વારા ખાલી કરવાનો આદેશ આપી દેવાયો છે. એલઓસી પર લોકોની અવરજવર પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે.

સરહદી ગામોને ખાલી કરાવાયા

સૌથી વધુ સાવધાની જમ્મુ કાશ્મીર એલઓસી અને આંતર રાષ્ટ્રીય સરહદ નજીકના વિસ્તારોમાં રાખવામાં આવી રહી છે. 10 કિલોમીટરના વિસ્તારમાં વસતા પૂંછ, સાંબા, મેંઢર, નૌશેરા, હમીરપુર અને આરએસપુરા સહિતના રહેણાંક વિસ્તારોને ખાલી કરાવી દેવાયા છએ. સ્કૂલ બંધ કરી દેવાઇ છે. વડીલો, મહિલાઓ અને બાળકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દેવાયા છે.

પંજાબના છ જિલ્લામાં સાવધાની

પંજાબમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. પાકિસ્તાની સરહદ સાથેના પંજાબના છ જિલ્લાના ગામડાઓને ખાલી કરાવી દેવાયા છે. માત્ર એવા લોકોને જ ગામમાં રહેવાની છુટ આપવામાં આવી છે કે જેમની પાસે લાયસન્સવાળા હથિયાર છે. પંજાબમાં પાકિસ્તાન સરહદથી જોડાયેલા ફિરોજપુર, ફાજિલ્કા, અમૃતસર, તરનતારન, ગુરદાસપુર અને પઠાણકોટ જિલ્લામાં બીએસએફની અવરજવર વધારી દેવાઇ છે.

બીટિંગ રિટ્રીટ જનતા માટે બંધ

ભારતીય સુરક્ષા બળ બીએસએફ દ્વારા વાઘા બોર્ડર પર થનાર પારંપારિક સલામી બીટિંગ રિટ્રીટને આમ જનતા માટે 2 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવી છે. પાકના સંભવિત હુમલાને પગલે પંજાબના નંગલના ભાંખડા ડેમની તમામ લાઇટ્સ ઓફ કરી બ્લેક આઉટ કરી દેવાયું છે અને ડેમની આસપાસ પંજાબ પોલીસે સુરક્ષા સઘન કરી છે. ભારત પાક આંતર રાષ્ટ્રીય સરહદે સીમા સુરક્ષા બળની વધારાની ટુકડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી છે.
First published:

Tags: એલઓસી, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन