ગુજરાત સરકાર દ્વારા નિયમ અને શરત નક્કી કરવામાં આવ્યા હતા કે કોઈપણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલના (Secondary and Higher Secondary School)જોડાણ કે માન્યતા માટે સ્કૂલની પોતાની માલિકીવાળુ મકાન તથા પ્લેગ્રાઉન્ડ હોવું જરૂરી છે.
સંજય જોશી, અમદાવાદઃ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા 29 સપ્ટેમ્બર 2018ના રોજ એક ઠરાવ જારી કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકાર દ્વારા નિયમ અને શરત નક્કી કરવામાં આવ્યા હતા કે કોઈપણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલના (Secondary and Higher Secondary School)જોડાણ કે માન્યતા માટે સ્કૂલની પોતાની માલિકીવાળુ મકાન તથા પ્લેગ્રાઉન્ડ હોવું જરૂરી છે. આ ઠરાવ ને આર. એન. વિદ્યા સનકુલ તથા શ્રી મોમાઈ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા (Gujarat high court) ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન (Petition)દાખલ કરી પડકારવામાં આવ્યો છે.
પિટિશનમાં જણાવ્યા અનુસાર સ્કૂલ એજ્યુકેશન, ધોરણ એકથી બાર સુધી સળંગ હોય છે. વહીવટી ક્ષમતા વધારવા માટે રાજ્ય સરકારે 1થી 8 ધોરણના નિયમન માટે બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ (Bombay Primary Education act) લાગું કર્યો છે. જ્યારે ધોરણ 9થી 12 માટે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એકટ લાગુ કર્યો છે. 2008માં ગુજરાત સરકારે જોડાણ અને માન્યતાની શરતોમાં જે એક સુધારો કર્યો છે તે પ્રમાણે નવી સ્કૂલોની માન્યતા અને જોડાણ માટે તે સ્કૂલ પાસે પોતાની માલિકીની પ્રોપર્ટી હોવી જોઈએ જેના ઉપર સ્કૂલ કેમ્પસ બનાવવામાં આવે.
પિટિશનર ટ્રસ્ટએ એક સ્કૂલ પ્રસ્થાપિત કરવાની પરમિશન મળી હતી, જેમાં 357 વિદ્યાર્થીઓ હાલમાં પ્રી સ્કુલ થી ૮માં ધોરણમાં સુધી અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે અમારા દ્વારા ધોરણ 9 માટે જોડાણ અને માન્યતા માંગવામાં આવી. તો એવું જણાવીને નકારી દેવામાં આવી કે આપની પાસે નિયમ મુજબ સ્કૂલનું પોતાનું બિલ્ડિંગ અને પ્લેગ્રાઉન્ડ હોવું જરૂરી છે.જે આપની પાસે નથી. આની અસર એ પડશે કે જે છાત્રોએ ધોરણ 8 પૂર્ણ કર્યું છે અને જે લોકોની આગળના ધોરણ-૯માં એડમિશન લેવાની ક્ષમતા છે. તે લોકોને બીજી સ્કૂલમાં એડમિશન લેવું પડશે.
અમારી સ્કૂલમાં કેમ્પસ અને પૂરતું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ધોરણ 9થી 12ના જોડાણ અને માન્યતા માટે અમે બધી જ શરતો રાજ્ય બોર્ડ ન નોમ્સ પ્રમાણે પૂર્ણ કરી શકીએ તેમ છીએ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના નોર્મ્સ પ્રમાણે પણ અમે નિયમ અને શરતો પૂર્ણ કરી શકે એમ છીએ. તેથી હાલમાં અસ્તિત્વ ધરાવતી સ્કૂલ ઉપર નવા નિયમ લાગું કરવાનું કોઈ રીતે વ્યાજબી થતું નથી.
આમ પણ આ નિયમન ગેરકાનૂની ગેરબંધારણીય અને બંધારણની આર્ટીકલ 14 તથા 19( એક) gનું ઉલંઘન કરે છે. આ પ્રકારની પિટિશન દાખલ કરી સરકારના ઠરાવને પડકારવામાં આવ્યો છે. જેના જવાબના ભાગરુપે સરકારે એવી રજૂઆત કરી હતી કે આવી જ અન્ય પિટિશન પહેલા દાખલ થયેલી છે અને 30મી સપ્ટેમ્બરે તેની સુનાવણી છે. તેથી હાઈકોર્ટે આ અંગે પિટિશન કર્તાઓને નોટિસ પાઠવી છે. અને બન્ને પીટીશનો પર વધુ સુનાવણી 30મી સપ્ટેમ્બર પર નિયત કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર