સુરત: ચેટિંગમાં ઝઘડો થતાં યુવાને યુવતીનું બનાવ્યું ફેક એકાઉન્ટ, ફોટા નાંખીને કરતો અશ્લીલ કોમેન્ટ

સુરત: ચેટિંગમાં ઝઘડો થતાં યુવાને યુવતીનું બનાવ્યું ફેક એકાઉન્ટ, ફોટા નાંખીને કરતો અશ્લીલ કોમેન્ટ
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

આ અંગે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તપાસ કર્યા પછી યુવાનની ધરપકડ કરવામાં આવી છે.

  • Share this:
સોશિયલ મીડિયામાં (Social media) ચેટિંગ (chatting) કરીને યુવતીઓ, મહિલાઓને (girl) ફસાવતા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં (Surat) સામે આવ્યો છે. રાજસ્થાનનો યુવક સોશિયલ મીડિયા થકી ચેટિંગ કરીને ઝઘડો થતાં યુવતીનું ફેક એકાઉન્ટ બનાવીને તેની પર અશ્લીલ કોમેન્ટ કરતો હતો. આ અંગે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તપાસ કર્યા પછી યુવાનની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા હાર્ડવેરના વેપારીના પરિવારની ભત્રીજીના નામે સોશિયલ મીડિયા પરના ઇન્સ્ટાગ્રામ પર એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. આ ફેક એકાઉન્ટમાં આ યુવતી અને તેના બહેનોના ફોટા અપલોડ કરીને તેના પર અશ્લીલ કોમેન્ટ કરવામાં આવી હતી. આ અંગે યુવતીના પરિવારને ખબર પડતા તેમણે યુવતીને પૂછ્યું હતું કે તારૂં આવું કોઇ એકાઉન્ટ છે. જેના જવાબમાં આ યુવતીએ ના પાડી હતી. આ ફેક એકાઉન્ટ પર યુવાની અને તેની બહેનને બદનામ કરવામાં આવતી હોવાનું સામે આવતા આ પરિવારે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોરોનાને આપી મ્હાત, Videoમાં કરી તંત્રની પ્રસંશા

જોકે, પોલીસે આ મામલે તપાસ કરતા મૂળ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ગોલુવાળા ગામના એક યુવાનનું નામ તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ પોલીસ તાત્કાલિક રાજસ્થાન જઇને આ યુવાનની અટકાયત કરી સુરત લઇ આવી હતી. રાજેન્દ્ર નામના યુવાન જે બીએસસી ફાઇનલમાં અભ્યાસ કરતો હતો. આ યુવાન યુવતી સાથે સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યો હતો.

Idea: અમદાવાદની આ સોસાયટીએ ક્લબ હાઉસને બનાવી દીધી હૉસ્પિટલ, કોરોનાના દર્દીઓ લઇ રહ્યાં છે સારવારજોકે, પહેલા યુવતી તેની સાથે દરોજ ચેટિંગ કરતી હતી. જે બાદ કોઈ કારણસર તેમની વચ્ચે ઝગડો થતા યુવતીએ યુવાન સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. જેની દાઝ રાખીને યુવાને યુવતીના નામનું ફેક આઈડી બનાવી તેના તથા તેના બહેનના ફોટા અપલોડ કર્યા હતા. આ યુવતીને બદનામ કરવા આ કૃત્ય આચર્યાની કબૂલાત કરી હતી. જેને લઈને પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:April 18, 2021, 10:27 am

ટૉપ ન્યૂઝ