સુપ્રીમ કોર્ટે આજે લાલ કૃષ્ણ અડવાણી સહિત 10 નેતાઓ સામે ફરી આ મામલે કેસ આગળ ચલાવવા આદેશ આપતાં રાજકીય છાવણીઓમાં સન્નાટો છવાઇ ગયો છે. બાબરી એક એવો વિવાદ છે કે જેની આડમાં ભારતીય રાજનીતિ આઝાદીથી લઇને અત્યાર સુધી ચર્ચાના ચગડોળે રહી છે. 6 ડિસેમ્બર 1992માં બાબરી વિધ્વંસ કરાયો હતો. જે કેસ આજ સુધી ચાલી રહ્યો છે. બાબરી મસ્જિદ ક્યારે શું થયું જાણો...
નવી દિલ્હી #સુપ્રીમ કોર્ટે આજે લાલ કૃષ્ણ અડવાણી સહિત 10 નેતાઓ સામે ફરી આ મામલે કેસ આગળ ચલાવવા આદેશ આપતાં રાજકીય છાવણીઓમાં સન્નાટો છવાઇ ગયો છે. બાબરી એક એવો વિવાદ છે કે જેની આડમાં ભારતીય રાજનીતિ આઝાદીથી લઇને અત્યાર સુધી ચર્ચાના ચગડોળે રહી છે. 6 ડિસેમ્બર 1992માં બાબરી વિધ્વંસ કરાયો હતો. જે કેસ આજ સુધી ચાલી રહ્યો છે. બાબરી મસ્જિદ ક્યારે શું થયું જાણો...
1528 #અયોધ્યામાં એક એવા સ્થળ પર મસ્જિદનું નિર્માણ કરાયું કે જેને ભગવાન રામનું જન્મ સ્થળ માનવામાં આવે છે. કહેવાય છે કે, મુઘલ સમ્રાટ બાબરે આ મસ્જિદ બનાવી હતી. જેને કારણે એને બાબરી મસ્જિદ નામ આપવામાં આવ્યું હતું.
1853 #હિન્દુઓનો આરોપ છે કે, ભગવાન રામના મંદિરને તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી છે. આ મુદ્દે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે પહેલી હિંસા થઇ
1859 #બ્રિટિશ સરકારે તારની એક વાડ બનાવી વિવાદિત ભૂમિને આંતરિક અને બહારના પરિસરમાં મુસ્લિમો અને હિન્દુઓને અલગ અલગ પ્રાર્થના કરવા માટે મંજૂરી આપી.
23 ડિસેમ્બર 1949 #અંદાજે 50 જેટલા હિન્દુઓએ મસ્જિદને કેન્દ્રિય સ્થળ પર કથિત રીતથી ભગવાનની રામની મૂર્તિની સ્થાપના કરી. એ પછી આ સ્થાને હિન્દુઓ નિયમિત રીતથી પૂજા અર્ચના કરવા લાગ્યા, મુસલમાનોએ નમાજ પઢવાનું બંધ કર્યું.
16 જાન્યુઆરી 1950 #ગોપાલસિંહ વિશારદે ફૈજાબાદ કોર્ટમાં એક અપીલ કરી રામલલાની પૂજા અર્ચનાની વિશેષ મંજૂરી માંગી, સાથોસાથ એમણે આ સ્થળેથી મૂર્તિ હટાવવા મામલે પણ સ્ટેની માંગ કરી
5 ડિસેમ્બર 1950 #મહંત પરમહંસ દાસે હિન્દુ પ્રાર્થના ચાલુ રાખતાં અને બાબરી મસ્જિદમાં રામમૂર્તિને રાખવા માટે કેસ દાખલ કર્યો,
17 ડિસેમ્બર 1959 #ર્નિમોહી અખાડાએ વિવાદીત સ્થળ હસ્તાંતરિત કરવા માટે કેસ દાખલ કર્યો
18 ડિસેમ્બર 1961 #ઉત્તરપ્રદેશ સુન્ની વકફ બોર્ડે બાબરી મસ્જિદના માલિકીપણા અંગે કેસ દાખલ કર્યો
1984 #વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ બાબરી મસ્જિદના તાળાં ખોલવા અને રામ જન્મ સ્થળને સ્વતંત્ર કરાવવા અને એક વિશાલ મંદિર નિર્માણ કરાવવા માટે અભિયાન શરૂ કર્યુ. એક સમિતિની રચના કરી.
1 ફેબ્રુઆરી 1986 #ફૈજાબાદ જિલ્લા ન્યાયાધીશે વિવાદીત સ્થળ પર હિન્દુઓને પૂજા કરવા માટે મંજૂરી આપી. તાળાં ફરી એકવાર ખોલાયા, નારાજ મુસ્લિમોએ વિરોધમાં બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરી
6 ડિસેમ્બર 1992 #હજારોની સંખ્યામાં કાર સેવકોએ અયોધ્યા પહોંચી બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડ્યો. જે બાદ કોમી તોફાનો થયા, ઉતાવળમાં એક અસ્થાયી રામ મંદિર બનાવી દેવાયું, વડાપ્રધાન પી વી નરસિંહરાવે મસ્જિદના પુન નિર્માણની વાત કરી
16 ડિસેમ્બર 1992 #મસ્જિદમાં થયેલ તોડફોડ મામલે જવાબદારી નક્કી કરવા માટે એમ એસ લિબ્રહાન આયોગની રચના કરવામાં આવી
જાન્યુઆરી 2002 #વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ પોતાના કાર્યકાળમાં એક અયોધ્યા વિભાગ શરૂ કર્યો, જેનું કામ વિવાદને ઉકેલવા હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે વાતચીત કરવાનો હતો.
એપ્રિલ 2002 #અયોધ્યાના વિવાદીત સ્થળ પર માલિકીપણાના હકને લઇને સુપ્રીમ કોર્ટે ત્રણ જજની ખંડપીઠે સુનાવણી શરૂ કરી
માર્ચ ઓગસ્ટ 2002 # અલ્હાબાદ હાઇકોર્ટના નિર્દેશ અનુસાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અયોધ્યામાં ખોદકામ શરૂ કર્યું. ભારતીય પુરાતન સર્વેક્ષણનો દાવો હતો કે, મસ્જિદની નીચે મંદિરના અવશેષ હોવાના પુરાવા મળ્યા છે. મુસ્લિમોમાં આને લઇને અલગ મત હતા.
સપ્ટેમ્બર 2003 # કોર્ટે આદેશ આપ્યો કે મસ્જિદના વિધ્વંસને ઉશ્કેરવા મામલે હિન્દુ નેતાઓ સામે સુનાવણી માટે એમને હાજર કરવામાં આવે
ઓક્ટોબર 2004 # અડવાણીએ અયોધ્યામાં મંદિર બનાવવા ભાજપની પ્રતિબધ્ધતા દર્શાવી
જુલાઇ 2005 #શંકાસ્પદ ઇસ્લામી આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલી એક જીપનો ઉપયોગ કરી વિવાદીત સ્થળ પર હુમલો કર્યો, સુરક્ષા બળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા
21 માર્ચ 2017 #રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કરવાની વાત કરી. ચીફ જસ્ટિશ જે એસ ખેહરે કહ્યું કે, જો બંને પક્શો રાજીહોય તો કોર્ટ બહાર મધ્યસ્થતા કરવા તૈયાર છે.