Home /News /gujarat /

અમદાવાદ: ફટાકડા અંગે SCની ગાઈડલાઇન અંગે વેપારીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ

અમદાવાદ: ફટાકડા અંગે SCની ગાઈડલાઇન અંગે વેપારીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ

પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટ મુજબ દિવાળી પર લોકો રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી તથા ક્રિસમસ અને ન્યૂ યર પર રાત્રે 11.45 વાગ્યાથી 12.15 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે.

    દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઉપ્તાદન વેચાણ અને ઉપયોગ પર મોટો નિર્ણય સંભળાવતા કહ્યુ કે કોશિશ કરવામાં આવે કે ઓછા પ્રદૂષણવાળા ફટાકડાનો ઉપયોગ કરવામાં આવે જેથી પર્યાવરણને નુકસાન ઓછુ થાય. સુપ્રીમ કોર્ટ મુજબ દિવાળી પર લોકો રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી તથા ક્રિસમસ અને ન્યૂ યર પર રાત્રે 11.45 વાગ્યાથી 12.15 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત કોઈપ વિક્રેતા ઓનલાઈન ફટાકડા વેચી શકે નહી. જેના કારણે ગેરકાયદે ફટાકડાનુ વેચાણ કરતા ફેરિયા અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ પ્રદૂષણમુક્ત અને લાઈસન્સથી ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે.

    ગુજરાત ફાયર વર્કસ એસોસિએશની સ્પષ્ટતા

    ફટાકડા મુદ્દે સુપ્રીમ કોર્ટે જારી કરેલા આદેશ પછી ગુજરાત ફાયર વર્કસ એસોસિએશને સ્પષ્ટતા કરી હતી કે અમદાવાદમાં સુપ્રીમના નિયમ મુજબના ફટાકડા વેચાય છે જેથી વેચાણ પર કોઈ ખરાબ અસર પડશે નહીં. જો કે તેઓએ છે કે ફટાકડાં ફોડવાની સમયમર્યાદા લોકોને નહીં ગમે તેવું દર્શાવ્યું હતું.

    આ પણ વાંચો: ફટાકડા પર સુપ્રીમ કોર્ટનાં નિર્ણયની 10 મહત્વપૂર્ણ વાતો

    શિવાકાશીનું બજારમાં વધારે વેચાણ

    ફટાકડાના વેપારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી શિવાકાશીમાં ઈકો ફ્રેન્ડલી ફટાકડા બનાવવામાં આવે છે અને તેનું જ બજારમાં વેચાણ થતું હતું. નેશલન ગ્રીન ટ્રીબ્યુનલ, આઈઆઈટી કાનપુર, એક્સપ્લોઝીવના નાગપુરના નિષ્ણાતો સહિત ટોચની સંસ્થાઓ દ્વારા પ્રદૂષણ ફેલાવતા ફટાકડા બાબતે ખાનગીમાં તપાસ કરીને રિપોર્ટ આપ્યો હતો.

    આ પણ વાંચો: 'સાંપ વાળી ટિકડીઓ' ફેલાવે છે સૌથી વધુ પ્રદુષણ

    વેપારી પાસે ફટાકડાનું લાઇસન્સ જરૂરી

    જે રિપોર્ટમાં ભારત બહારથી આવતા ફટાકડામાં કેમીકલ હોવાથી તે નુકસાન કરે છે તેમ જણાવાયું હતુ. જયારે શિવાકાશી સહિતની જગ્યાએ બનતા ફટાકડા પ્રદૂષણમુક્ત હોવાનું તારણમાં બહાર આવ્યું હતું. જેના લીધે સુપ્રીમ કોર્ટે લાઈસન્સ મેળવ્યું હોય તે જ વેપારી ફટાકડાનું વેચાણ કરી શકશે તેવો નિર્દેશ આપ્યો છે
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Firecrackers, Supreme Court, અમદાવાદ, પ્રદુષણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन