Home /News /gujarat /

Summer vacation: ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર, 9 મેથી 35 દિવસનું ઉનાળું વેકેશન

Summer vacation: ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર, 9 મેથી 35 દિવસનું ઉનાળું વેકેશન

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી 9 મે થી 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat primary schools Summer vacation: 35 દિવસ બાદ 13 જૂનથી રાજ્યની પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે. આ વખતે પરીક્ષાઓમાં વિલંબ થઈ રહ્યો હોવાના કારણે વેકેશન પણ મેં મહિનાથી જાહેર કરવામાં આવ્યું છે.

    ગુજરાતની પ્રાથમિક શાળા (Gujarat primary schools)ઓમાં ઉનાળું વેકેશન (Summer vacation) જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી 9મીં મેથી 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 35 દિવસ બાદ 13 જૂનથી રાજ્યની પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે. આ વખતે પરીક્ષાઓમાં વિલંબ થઈ રહ્યો હોવાના કારણે વેકેશન પણ મેં મહિનાથી જાહેર કરવામાં આવ્યું છે.



    ગુજરાતના પ્રાથમિક શિક્ષક નિયામક દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ઉનાળુ વેકેશનને લઇ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવવામા આવ્યું છે કે, આગામી 9 મે થી 12 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસ સુધી ઉનાળું વેકેશન રહેશે અને 13 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે.

    આ પણ વાંચો- corona Update: આજે રાજ્યના 32 જિલ્લામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 3 મનપા-1 જિલ્લામાં નવા 8 કેસ

    ગુજરાતના પ્રાથમિક શિક્ષક નિયામક દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ દર વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકિય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં તારીખ 09/05/2022થી 12/06/2022 સુધી (35 દિવસ) ઉનાળુ વેકેશન રહેશે અને તારીખ 13/06/2022થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat Education, Gujarat Education Department, Gujarat Government, Gujarati news, School students

    આગામી સમાચાર