વડોદરા : વડોદરા શહેરના (Vadodara)ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આત્મહત્યાની (Suicide)ઘટના સામે આવી છે. ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં રહેતા બે જોડિયા ભાઈઓએ અગમ્ય કારણોસર સોમવારે મોડી સાંજે આપઘાત (Suicide news)કરી લીધો હતો. જેમાં એકનું મૃત્યુ થયું હતું જ્યારે બીજા ભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાળિયો છૂટી જતાં બીજા ભાઈનો બચાવ થયો છે. બન્ને ભાઈઓ NEETની પરીક્ષાની (NEET Exam)તૈયારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે (police)આપઘાતના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
18 વર્ષના જોડિયા પુત્રોનું નામ રૂપેન અને રિહાન છે. તેમના પિતા રાજેશભાઇ અને તેમનાં માતા આણંદની જિલ્લા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સોમવારે સાંજે રૂપેન અને રિહાને સ્ટડી રૂમમાં અલગ-અલગ પંખાના હૂક પર ગળે ફાંસો ખાધો હતો. આમાં રુપેનનું મોત થયું હતું જ્યારે ગાળિયો છૂટી જતાં રિહાન નીચે પટકાયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો.
જોડિયા ભાઇઓ ખાનગી સ્કૂલમાં ધો-12 સાયન્સમાં અભ્યાસ કરે છે. છેલ્લા બે દિવસથી તેમની NEETની પરીક્ષા ચાલતી હતી. આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની તપાસ પછી વધારે વિગતો સામે આવશે.
છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. એક દિવસ પહેલા જ મોરબીમાં 13 વર્ષના સગીરની આપઘાતની ઘટના સામે આવી હતી. પિતાએ મોબાઇલ રિપેર ન કરાવી આપતા 13 વર્ષના સગીરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. હિંમતનગરમાં 9 વર્ષની બાળકીએ અગમ્ય કારણસર આપઘાત કર્યો હતો. જ્યારે રાજકોટમાં ધોરણ-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પણ આત્મહત્યા કરી હતી. પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો હતો તે સમયે બાળકીએ ગળે ફાંસો ખાધો હતો. આપઘાત કરનાર બાળકી નિયમિત રીતે CID ક્રાઇમ જેવા કાર્યક્રમ જોતી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર