Home /News /gujarat /

અમદાવાદમાં LG હોસ્પિટલ સામે માનવ હત્યાનો ગુનો નોંધાવા અંગે રજૂઆત, જાણો આખો મામલો

અમદાવાદમાં LG હોસ્પિટલ સામે માનવ હત્યાનો ગુનો નોંધાવા અંગે રજૂઆત, જાણો આખો મામલો

અમદાવાદમાં LG હોસ્પિટલ સામે માનવ હત્યાનો ગુનો નોંધાયો, જાણો આખો મામલો

અમદાવાદની એલ.જી. હોસ્પિટલની (Ahmedabad Hospital) આ પહેલી ઘટના નથી કે હોસ્પિટલ વિવાદમાં સપડાઈ હોય બેદરકારીની અનેક ઘટનાઓ એલ.જી. હોસ્પિટલમાં (LG Hospital) સામે આવી ચૂકી છે. બે દિવસ અગાઉની ઘટના પણ હોસ્પિટલની બેદરકારીનાં સંવેદનાહીન દ્રશ્યો સામે આવ્યા હતા. એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તે સારવાર માટે એલજી હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ સ્ટાફ દ્વારા તમને હજી એક મહિનાની વાર હોવાનું કહી મહિલાને પરત મોકલી દેવાઈ હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એલ. જી. હોસ્પિટલ (L G Hospital) બહાર જ પ્રસુતાની થયેલી ડીલીવરી અને બાળકનાં મોટા મામલામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સંવેદનાહીન ગણાતા આ મામલાની લેખિતમાં ફરિયાદ  માનવ અધિકાર અયોગમાં કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલની બેદરકારીની આ ઘટનામાં બાળકના મોત મામલે માનવ વધ અને હત્યાનો ગુનો દાખલ કરવા રજુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો-અમદાવાદ: બાળકોની હોસ્પિટલમાં એક મહિલાની ગંદી કરતૂત આવી સામે, સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

અમદાવાદની એલ.જી. હોસ્પિટલની આ પહેલી ઘટના નથી કે હોસ્પિટલ વિવાદમાં સપડાઈ હોય બેદરકારીની અનેક ઘટનાઓ એલ.જી. હોસ્પિટલમાં સામે આવી ચૂકી છે. બે દિવસ અગાઉની ઘટના પણ હોસ્પિટલની બેદરકારીનાં સંવેદનાહીન દ્રશ્યો સામે આવ્યા હતા. એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તે સારવાર માટે એલજી હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ સ્ટાફ દ્વારા તમને હજી એક મહિનાની વાર હોવાનું કહી મહિલાને પરત મોકલી દેવાઈ હોવાનો પરિવારએ આક્ષેપ લગાવ્યો હતો.

આ પણ વાંચો-સુરતમાં ધોળા દિવસે રિવોલ્વરની અણીએ લૂંટ, CCTV VIDEO VIRAL

મહિલા હોસ્પિટલ પ્રાંગણમાં નીચે પહોંચતા જ તેને પ્રસુતિ થઈ ગઇ હતી.અને ગણતરીના સમયમ બાળકનું મોત નીપજ્યું હતું. આ મામલે હોબાળો મચ્યો હતો. પરંતુ હવે આ મામલે ગુજરાતના માનવ અધિકાર અયોગમાં રજુઆત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ વેલ્ફેર એસોસિએશનના મૌલિક શાહે રાજ્ય માનવ અધિકાર આયોગમાં લેખિતમાં કરેલી ફરિયાદમાં એલ. જી. હોસ્પિટલની બેદરકારી મામલે ઉંડાણ પૂર્વક તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે.

હોસ્પિટલ સ્ટાફ અને ડૉક્ટર્સની પણ પૂછપરછ થવી જોઈએ. અને  આ ઘટનામાં બાળકના થયેલા મોત મામલે માનવ હત્યાનો ગુનો દાખલ કરવા રજુઆત કરી છે. મહત્વનું છે કે એલ. જી. હોસ્પિટલમાં આ ઘટના બન્યા બાદ ભારે હોબાળો મચ્યો હતો.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad Hospital, Ahmedabad news, Lg hospital

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन