અંતરિયાળ વિસ્તારમાં આવેલી કોલેજોને મોટો ફટકો પડશે. 66,000 બેઠકો સામે માત્ર 24,000 ગ્રુપ A ના વિદ્યાર્થીઓ જ અરજી કરવા માટે લાયક.ચાલુ વર્ષે એન્જિનિયરિંગ કોલેજોની સ્થિતિ અંધકારમય.
અમદાવાદ: ગુજરાત બોર્ડનું (Board) પરિણામ 2020 માં 71.34% ની સરખામણીમાં 72.02% છે. જે અગાઉ કરતાં વધુ છે પરંતુ એંજિનિયરીંગ બ્રાન્ચમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ માટે કોઇ ચિંતાનો પ્રશ્ન નથી. ગુજરાતમાં એંજિનિયરીંગ કોલેજોમાં ( Engineering colleges in Gujarat ) બેઠકોની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી બેઠકો ખાલી રહે છે. 66,000 બેઠકો સામે માત્ર 26 હજાર જેટલા જ ગ્રુપ A ના વિદ્યાર્થીઓ (Students) જ છે.
જો ધોરણ 12 સાયન્સના CBSE વિદ્યાર્થીઓને ઉમેરવામાં આવે તો પણ પરીક્ષામાં ઉપસ્થિત 95,361 વિદ્યાર્થીઓમાંથી એડમિશન (Admission) સિઝનના અંતે સરકારી એન્જિનિયરિંગ કૉલેજોમાં 20% અને સેલ્ફ ફાઇનાન્સ કૉલેજોમાં 60% ખાલી જગ્યાઓ ખાલી રહેશે એવી સંભાવના જોવાઇ રહી છે. પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. 68,681 વિદ્યાર્થીઓ એટલે કે 72.02% વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર (Certificate) મેળવવા માટે લાયક થયા છે. જે 2020 માં ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના 71.34% પરિણામ કરતાં માત્ર 0.68% વધારે છે.
ગ્રુપ A માં આવેલા 33,369 વિદ્યાર્થીઓમાંથી 26,183 વિદ્યાર્થીઓ એટલે કે 78.40% વિદ્યાર્થીઓ પાસ (Pass) થયા છે. જે પ્રવેશમાં ભાગ લેવા માટે લાયક બનશે. ગ્રુપ A ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષે વર્ષે ઘટી રહી છે.
2013માં 12મા ધોરણની સાયન્સની (Science) પરીક્ષામાં ઉપસ્થિત 74,226 વિદ્યાર્થીઓ ગ્રુપ A ના વિદ્યાર્થીઓ હતા. જેમાં આ આંકડો ઘટીને 2021માં 44,546 અને 2020માં 34,440 વિદ્યાર્થીઓ (Student) થયા હતા.
વર્ષ 2020માં છેલ્લે ખાનગી (Private) કોલેજોમાં મેરિટ 47.83% એ અટક્યું હતું અને 2021માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓને ગ્રેડના આધારે એડમિશન આપવામાં આવ્યા હતા.
સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે પરિણામ કોલેજો માટે પડકારો ઉભો કરશે. તેમણે કહ્યું કે અત્યારે માત્ર IT અને કોમ્પ્યુટર (Computer) એન્જિનિયરિંગની જ માંગ છે. રિક્રુટર્સ (Recruiters) દ્વારા રસ હોવા છતાં અમે પરંપરાગત એન્જિનિયરિંગ શાખાઓમાં ઇન્ટેક ઘટાડ્યો છે. શહેરી વિસ્તારોની કોલેજોને (College) વિદ્યાર્થીઓને આકર્ષવામાં મુશ્કેલી ન પડે. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં રહેનારાઓને સંઘર્ષ કરવો પડશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર