હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: TAT 1ની પરીક્ષાનું પરિણામ જાહેર નહીં થતાં પરીક્ષાર્થીઓ અકળાયા છે. ત્રણ મહિના થવા છતાં આ પરીક્ષાનું પરિણામ જાહેર થયું નથી. આ અંગે કેટલાક પરીક્ષાર્થીઓ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ રજૂઆત કરાઇ છે. જે મામલે રાજ્ય પરીક્ષા બોર્ડનું કહેવું છે કે, આચારસંહિતાના કારણે પરિણામ જાહેર કરાયું નથી.
જાન્યુઆરી મહિનામાં ટેટ 1 પરીક્ષા યોજાઇ હતી. જે વાતને ત્રણ મહિનાનો સમય વિતી ગયો છે, છતાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આ અંગે પરીક્ષા બોર્ડ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચની મંજૂરી માગવામાં આવી હતી. જ્યારે ચૂંટણી પંચે પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની મંજૂરી ન આપતાં જાહેર કરાયું નથી.
આ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રફુલ્લ જલુએ જણાવ્યું કે, આજે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે લોકો ચૂંટણી આયોગમાં ગયા હતા અને એમણે એવું કહ્યું કે તમે લોકો ફરી ફાઇલ મૂકો. હાલ અમારી અન્ય પરીક્ષાઓમાં તંત્ર વ્યસ્ત છે. 9 તારીખ પછી અમારી આ પરીક્ષા પૂર્ણ થયા પછી તેમની માંગણી મુજબ વિભાગમાં ફરી આ રિઝલ્ટ જાહેર કરવા અંગે માર્ગદર્શન માંગીશું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર