Vadodara CCTV Video: વડોદરા: શહેરમાં (Vadodara News) અવારનવાર રખડતા ઢોરને કારણે અનેક અકસ્માતો થયાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વાઘોડિયા રોડ પરથી એક કાર પસાર થઇ રહી હતી. તે દરમિયાન જ અચાનક એક ઢોર દોડતું ડોડતું આવ્યું અને ચાલતી કાર પર ચઢી ગયું. આ આખી ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. જે જોઇને કોઇના પણ રૂંવાડા ઊભા થઇ જશે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના વાઘોડિયા વિસ્તારમાં એક કાર પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક એક ઢોર પૂરઝડપે દોડતું દોડતું આવ્યું અને કાર પર ચઢી ગયું. જોકે, કાર ચાલકની સમયસૂચકતાને કારણે તેણે તરત જ બ્રેક મારી દીધી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ કારના બોનેટને નુકસાન થયું હોવાનું દેખાઇ રહ્યું છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. તેમાં કુતરુ આડે આવતા અકસ્માત સર્જાયો છે. ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામના રાજુભાઈ છગનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 50ને અકસ્માત નડ્યો હતો. આ વ્યક્તિ ઉપલેટાથી ડુમિયાણી પોતાના ઘરે જઈ રહ્યા હોય એ દરમ્યાન ધોરાજી હાઈવે પર અચાનક કુતરૂં આડે આવતા મોટર સાયકલ પરથી નીચે ગબડી પડ્યા હતા. જેમને માથા, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે 108 મારફત ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર